________________
ગાથા : ૪૪
પાંચમો કર્મગ્રંથ
૧૭૧
(૫) વૈયિદ્ધિ અને નરદિ આ ચાર પ્રકૃતિઓના અતિશય સંક્લિષ્ટ તિર્યંચ અને મનુષ્યો સ્વામી જાણવા. કારણ કે તેઓને ગમે તેટલી સંક્લિષ્ટતા આવે તો પણ છેલ્લે નરકમાયોગ્ય જ બંધ થાય છે. અને ત્યાં આ ચાર પ્રકૃતિઓ અવશ્ય બંધાય જ છે. આ પ્રમાણે ૧૫ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિના બંધક મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યો છે. પરંતુ ક્યાંક અતિસંક્લિષ્ટ, ક્યાંક તત્વાયોગ્ય સંક્લિષ્ટ અને ક્યાંક ત~ાયોગ્યવિશુદ્ધ એવા જીવો જાણવા.
એકેન્દ્રિય જાતિ, સ્થાવરનામકર્મ અને આતપનામકર્મ આ ત્રણ પ્રકૃતિના ઉત્કૃષ્ટસ્થિતિના બંધક સંક્લિષ્ટ ઈશાન દેવલોક સુધીના દેવો જાણવા. કારણ કે ઉત્કૃષ્ટસ્થિતિ સંક્લિષ્ટતાથી બંધાય છે. મનુષ્ય અને તિર્યંચો જો અતિસંક્લિષ્ટ થાય તો એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ઓળંગીને નરકપ્રાયોગ્ય બંધ કરે. નારકી અને ઈશાન ઉપરના દેવો આ પ્રકૃતિઓ બાંધતા જ નથી. ઈશાન સુધીના દેવોને ગમે તેટલી સંક્લિષ્ટતા થાય તો પણ તે છેલ્લો એકેન્દ્રિય પ્રાયોગ્ય જ બંધ કરે છે. અને ત્યાં આ ત્રણ પ્રકૃતિઓ બંધાય છે માટે બે પ્રકૃતિમાં અતિસંક્લિષ્ટ અને આતપમાં તદ્યોગ્ય સંક્ષિપ્ત ઈશાન દેવલોક સુધીના દેવો સ્વામી કહ્યા છે. || ૪૩ /
तिरिउरलदुगुजोयं, छिवट्ठसुरनिरयसेसचउगइया ।
आहारजिणमपुव्वो, नियट्टिसंजलणपुरिसलहुं ॥ ४४।। (तिर्यगौदारिकद्विकोद्योतं, छेदस्पृष्टं सुरनारकाश्शेषाणां चतुर्गतिकाः आहारकजिनमपूर्वोऽनिवृत्तिस्संज्वलनपुरुषयोर्लघ्वीम् ।। ४४ ।।
શબ્દાર્થ - તિરિ૩રત્ન!ઝોર્થ = તિર્યંચનું દ્રિક, ઔદારિકદ્ધિક અને ઉદ્યોતનામકર્મ, છિવદ્ = છેવટું સંઘયણ, સુરનર = દેવો અને નારકી, સેસ = બાકીની પ્રકૃતિઓના, વસા = ચારે ગતિના જીવો, મહાનિri = આહારદ્ધિક અને જિનનામકર્મ, પુત્રો = અપૂર્વકરણ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org