________________
ગાથા : ૪૦-૪૧
પાંચમો કર્મગ્રંથ
-
૧૫૭
કહી હોય તેમ કલ્પના કરાય છે. અને કર્મગ્રંથકારે અનિકાચિત જિનનામને આશ્રયી જ અંતઃકોડાકોડી સાગરોપમ જઘન્ય સ્થિતિ કહી છે. એટલે મતાન્તરવાળી આ નિકાચિતને આશ્રયી હોય તેમ કલ્પાય છે.
તથા મૂળગાથામાં સુરી સમું લખ્યું છે. તેથી દેવભવતુલ્ય ૧૦ હજાર વર્ષ પ્રમાણ જઘન્યસ્થિતિ જાણવી. પરંતુ ત્રણ ભવોમાં વચ્ચેનો ભવ દેવનો ન લેવો, નરકનો લેવો. કારણ કે દેવનો ભવ લઈએ તો ભવનપતિ-વ્યંતરનો ભવ ન લેવાય કારણ કે તીર્થકર થનાર જીવ સમ્યગ્દષ્ટિ હોવાથી વૈમાનિકમાં જ જાય અને વૈમાનિકમાંથી જ આવે અને ત્યાં જઘન્યથી પણ ૨ પલ્યોપમ આદિ સ્થિતિ છે. તેથી શ્રેણિક મહારાજા આદિની જેમ નરકનો ભવ લેવો. જે પ્રથમની ત્રણ નરકમાંથી આવેલા જીવો તીર્થંકર થઈ શકે છે. અને ત્યાં પ્રથમ નરકમાં ૧૦ હજારવર્ષ પ્રમાણ સ્થિતિ હોય છે. દેવ-નરકનું જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષ પ્રમાણ તુલ્ય હોવાથી ગાથાના પ્રાસ માટે, પૂર્વાચાર્યોની પ્રસિદ્ધ પ્રણાલિકાને અનુસરવા માટે અથવા કોઈ અગમ્ય કારણવશાત્ સુરી31મું લખ્યું હોય. છતાં ૧૦ હજાર વર્ષની પ્રમાણતા તુલ્ય હોવાથી નરકનું આયુષ્ય લેવાનું હોવા છતાં આવો ઉલ્લેખ કર્યો હોય એમ લાગે છે. આ રીતે ગ્રન્થકારનો આશય અનિકાચિતજિનનામને આશ્રયી અને અન્ય આચાર્યોનો આશય નિકાચિતજિનનામને આશ્રયી વિચારીએ તો આ મતાન્તર યુક્તિસંગત લાગે છે. છતાં સાચું રહસ્ય પરમાત્મા જાણે, આ તો અમારી કલ્પના માત્ર છે.
આહારકદ્ધિક સાતમા-આઠમાં ગુણસ્થાનકે બંધાય છે. ત્યાં સતત નિરંતર જો આ આહારકદ્ધિક બંધાય તો અંતર્મુહૂર્તકાળ સુધી તેનો બંધ થઈ શકે છે. આઠમાથી ઉપર જાય તો બંધવિચ્છેદ થાય. અને સામેથી છ જાય તો બંધવિરામ થાય. તેથી સતતબંધને આશ્રયી અંતર્મુહૂર્ત બંધ કહ્યો હોય અથવા સાતમ-આઠમે ગુણસ્થાનકે અંતઃ કોડાકોડી સાગરોપમને બદલે અંતર્મુહૂર્ત માત્રની જ સ્થિતિ બંધાય છે. એમ તેઓ માનતા હોય. તેથી જ જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્તની કહી હોય એમ પણ તેઓનો આશય હોય. આ
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org