________________
૧૫૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૩૯
ઉપર લખેલા ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં એકેન્દ્રિયનો જે ઉપસ્થિતિ બંધ છે. તે ઉત્કૃષ્ટમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કરીએ તો એ કેન્દ્રિયનો જઘન્યસ્થિતિબંધ આવે. અને બેઈન્દ્રિય આદિના ઉત્કૃષ્ટસ્થિતિમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ઓછો કરીએ તો બેઈન્દ્રિયાદિનો જઘન્ય સ્થિતિબંધ થાય છે. આ કર્મગ્રંથકારનો મત છે.
દેવ આયુષ્ય અને નરકાયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ ૧૦ હજાર વર્ષ પ્રમાણ અને મનુષ્ય-તિર્યંચાયુષ્યનો જઘન્યસ્થિતિબંધ એક ક્ષુલ્લક ભવ પ્રમાણ જાણવો. ચારે આયુષ્યનો આ ભાગ્યકાળ સમજવો. જો અબાધાકાળ સહિત ભોગ્યકાળવાળો જઘન્યસ્થિતિબંધ જાણવો હોય તો એક અંતર્મુહૂર્ત અધિક ૧૦ હજાર વર્ષ તથા એક અંતર્મુહૂર્ત અધિક એક ક્ષુલ્લકભવ જેટલો જઘન્યસ્થિતિબંધ જાણવો. ક્ષુલ્લક એટલે નાનામાં નાનો ભવ તે ક્ષુલ્લક ભવ. તેનું વિશેષ વર્ણન આગળ ગાથા. ૪૦-૪૧ માં આવે જ છે. બસો છપ્પન આવલિકાનો એક ક્ષુલ્લકભવ થાય છે.
અહીં તિર્યંચ તથા મનુષ્ય એમ બન્નેનું જઘન્ય આયુષ્ય ક્ષુલ્લકભવ કહ્યું છે. જ્યારે આવશ્યકસૂત્રની ટીકા આદિ ગ્રંથોમાં ક્ષુલ્લકભવનું જઘન્ય આયુષ્ય માત્ર વનસ્પતિકાયનું જ કહ્યું છે. તે મતાન્તર હોય એમ લાગે છે. જે ૩૭-૩૮ | જઘન્યસ્થિતિબંધ કહીને હવે જઘન્ય અબાધા જણાવે છે. सव्वाण वि लहुबंधे, भिन्नमुहू अबाह आउजिटे वि। केइ सुराउसमं जिणमंतमुहू बिंति आहारं ॥३९॥ (सर्वासामपि लघुबन्धे, भिन्नमुहूर्तमबाधामायुषां ज्येष्ठेऽपि । केचित्सुरायुस्समं जिनमन्तर्मुहूर्तं ब्रुवत आहारकम् ॥३९॥)
સવ્વાન વિ = સર્વે પણ પ્રકૃતિઓના, તદુવંશે = જઘન્યસ્થિતિબંધમાં, fમનમુક્ = અન્તર્મુહૂર્ત, મવીર = અબાધાકાળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org