________________
પાંચમો કર્મગ્રંથ
પ્રથમથી જ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ઉમેરો અને પછી ૨૫-૫૦૧૦૦ અને ૧૦૦૦ વડે ગુણો. તેમ કરવાથી જેટલી સ્થિતિ આવે તેટલી બેઇન્દ્રિયાદિ જીવો ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે છે.
૧
૧૫૨
આ પ્રમાણે ત્રણેના અભિપ્રાયો જુદા જાદા છે. છતાં શતક નામના આ કર્મગ્રંથના અભિપ્રાય પ્રમાણે કોષ્ટક આપવામાં આવે છે. જધન્યસ્થિતિ જાણવા માટે ઉત્કૃષ્ટસ્થિતિમાંથી એકેન્દ્રિયમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરવો. અને વિક્લેન્દ્રિય તથા અસંજ્ઞી જીવોમાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન કરવો. તથા જે પ્રકૃતિની જેટલી સ્થિતિ હોય તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગવા. વળી વિક્લેન્દ્રિયની અને અસંજ્ઞી પં.ની. ઉત્કૃષ્ટસ્થિતિ જાણવી હોય તો એકેન્દ્રિયની ઉત્કૃષ્ટસ્થિતિને ૨૫-૫૦-૧૦૦ અને ૧૦૦૦ વડે ગુણવા. ઈત્યાદિ સમજી લેવું.
ગાથા : ૩૭-૩૮
૧. જુઓ કર્મપ્રકૃતિ બંધનકરણ ગાથા ૮૦૮૧, અને પંચસંગ્રહ દ્વાર પાંચમું ગાથા ૫૫/૫૬, તથા આ બન્ને ગ્રંથોની ટીકા તથા ફૂટનોટો વાંચતાં એવો ભાવ પણ ક્યાંક લખેલો જણાય છે કે એકેન્દ્રિયજીવોની જે જઘન્યસ્થિતિ છે. તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઉમેરીને ૨૫/૫૦ ૧૦૦/૧૦૦૦ વડે ગુણતાં વિક્લેન્દ્રિયાદિની ઉત્કૃષ્ટસ્થિતિ આવે. અને (પલ્યો.નો અસં. ભાગ ન્યૂન કરેલી) યથાસ્થિત એકેન્દ્રિયોની જઘન્યસ્થિતિને ૨૫/૫૦/૧૦૦/૧૦૦૦ વડે ગુણતાં વિક્લેન્દ્રિયાદિની જઘન્યસ્થિતિ આવે જુઓ શ્રી મલયગિરિજી અને ઉપાધ્યાયજી મ.સા.વાળી બન્ને ટીકાઓ સહિત છપાયેલી કર્મપ્રકૃતિની પ્રત-પૃષ્ઠ ૨૧૧/૧ની ટીપ્પણી.
તથા પંચસંગ્રહ દ્વાર પાંચમું ગાથા ૫૫મી ટીકાની છેલ્લીબે પંક્તિઓમાં એમ પણ લખેલું મળે છે કે એકેન્દ્રિયોની જઘન્યસ્થિતિમાં પલ્યો.નો અસં. ભાગ ઉમેરીને ૨૫૫૦/૧૦૦/૧૦૦૦ વડે ગુણવાથી દ્વીન્દ્રિયાદિ જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. (અહીં પલ્યો.ના સંખ્યાતમા ભાગને બદલે અસંખ્યાતમો ભાગ ઉમેરવાનું લખ્યું છે.) તથા પંચસંગ્રહ દ્વાર ૫માની ૫૬મી ગાથામાં એકેન્દ્રિયની જઘન્યને ૨૫ આદિ વડે ગુણતાં વિક્લેન્દ્રિય આદિની જધન્ય થાય. અને એકેન્દ્રિયની ઉત્કૃષ્ટને ૨૫ આદિ વડે ગુણતાં વિક્લેન્દ્રિય આદિની ઉત્કૃષ્ટ થાય. એમ કહ્યુ છે. તેથી આ બાબતમાં વધુ કેવલી ભગવાન જાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org