________________
૧૩૮
પાંચમો કર્મગ્રંથ
કરતાં અને અસંશી અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યો કરતાં કંઈક વધારે વિશુદ્ધિવાળા અને કંઈક વધારે સંક્લેશવાળા પણ હોય છે. તેથી પરભવનું તિર્યંચ-મનુષ્યનું આયુષ્ય તો બાંધે જ છે પરંતુ દેવ-નારકીનું આયુષ્ય પણ બાંધે છે. અને તે જીવો ચારે ગતિનાં ચારે આયુષ્ય ઉત્કૃષ્ટથી પલ્યોપમના એક અસંખ્યાતમા ભાગ સુધીનું જ બાંધી શકે છે. તેથી વધારે બાંધી શકતા નથી. અને તે પણ અસંજ્ઞી પં. પર્યાપ્તા તિર્યંચો જ આ બંધ કરે છે.
અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા તિર્યંચો અને અસંજ્ઞી પં. અપર્યાપ્તા મનુષ્યો, અપર્યાપ્તા હોવાથી વિશિષ્ટ વિશુદ્ધિ અને સંક્લેશવાળા ન હોવાથી દેવ-નારકીનું આયુષ્ય બાંધતા જ નથી. અને તિર્યંચ-મનુષ્યનું આયુષ્ય પણ ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વર્ષનું જ બાંધે છે. તેથી વધારે નહીં.
ગાથા : ૩૪
એકેન્દ્રિય-વિક્લેન્દ્રિયમાં પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ બે આયુષ્યનો બંધ, અને અસંશી પંચેન્દ્રિય તિર્યંચમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ચાર આયુષ્યનો બંધ જે કહ્યો તે ભોગ્યકાળ માત્રને આશ્રયી જાણવો. જો અબાધાસહિત ભોગ્યકાળવાળો સ્થિતિબંધ જાણવો હોય તો પોતપોતાના વર્તમાનભવના ત્રીજા ભાગે અધિક એવો સ્થિતિબંધ જાણી લેવો. કર્મપ્રકૃતિમાં બંધનકરણ ગાથા ૭૪માં કહ્યું છે કે સેમાળ પુન્ગોડી સાડ તિમાનો અાહા સિં અર્થ - બાકીના એકેન્દ્રિયાદિ જીવો પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ પરભવનું આયુષ્ય બાંધે છે અને પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ અબાધા હોય છે. આ પ્રમાણે મનુષ્ય અને તિર્યંચના આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ત્રણ પલ્યોપમ આ ગાથામાં કહ્યો, અને દેવ-નારકીના આયુષ્યનો ઉત્કૃષ્ટસ્થિતિ બંધ ૩૩ સાગરોપમ હોય છે. તે ગાથા ૨૬ના ચોથા ચરણમાં કહ્યો છે. જેથી ચારે આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સમજાવ્યો.
આ ચારે આયુષ્યનો અબાધાકાળ જ્ઞાનાવરણીયાદિ કર્મોની જેમ હોતો નથી. તો કયા આયુષ્યનો અબાધાકાળ કેટલો હોય છે, તે જણાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org