________________
૧૩૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૩૩
વળી અંતઃકોડાકોડીની જિનનામની સત્તા અનિકાચિતની છે. તે પૂર્ણ કરવા તિર્યંચમાં જવું જ પડે એવો નિયમ નથી. તિર્યંચમાં ગયા વિના પણ સંક્રમ અને અપવર્તનાકરણ વડે તે જ ભાવમાં પણ પૂર્ણ કરી શકે છે. સંક્રમ વડ તે કાળે બંધાતી નામકર્મની શેષ પ્રકૃતિઓમાં સંક્રમાવીને તે ભવમાં પણ નિ:સત્તાક કરી શકે છે. તથા અપવર્તનાકરણ વડે લાંબી સ્થિતિને તોડીને નાની કરી શકે છે. તેથી તે જ ભવમાં પણ સમાપ્ત થઈ શકે છે એટલે આટલી લાંબી સ્થિતિ બંધાઈ છે માટે તે પૂર્ણ કરવા તિર્યંચમાં જવું જ પડશે એવો નિયમ નથી. કર્મો બાંધ્યા પછી એક આવલિકા બાદ સંક્રમ, ઉદ્વર્તન, અપવર્તના, ઉદીરણા આદિ દ્વારા કર્મોમાં આ જીવ ઘણા ઘણા ફેરફારો કરે છે. આ જીવે જેટલી સ્થિતિવાળું કર્મ બાંધ્યું હોય તેટલી સ્થિતિવાળું જ અને તે રીતે જ ભોગવાય તો આટલી લાંબી સ્થિતિવાળું એક કર્મ ભોગવીને પૂર્ણ કરતાં અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત બીજાં કેટલાંય કર્મો તે જીવ બાંધતો જ હોય છે. “પૂર્ણ એક થાય અને બંધાય અનેક.” જેથી કોઈ કાળે કોઈ જીવનો મોક્ષ જ થઈ ન શકે. માટે બંધહેતુના અનુસારે જેમ કર્મો બંધાય છે. તેમ ઉદયથી ભોગવ્યા વિના પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ આદિ નિમિત્તોને આશ્રયી સંક્રમ-અપવર્તના આદિ કરણો દ્વારા પ્રદેશોદયથી પણ ક્ષય કરી શકાય છે. માટે અંતઃકોડાકોડીની સ્થિતિના કથનમાં કોઈ દોષ નથી.
આહારકદ્ધિકસાતમે, આઠમે ગુણઠાણે જઘન્યથી સંખ્યાતગુણહીન એવી અંત:કોડાકોડી પ્રમાણ બાંધીને છ-પાંચમે આવી જ્યારે ચોથે ગુણઠાણે આવે છે ત્યારથી જ“અવિરતિના નિમિત્તે આહારકની ઉદ્વલના (ઉવલના નામનો સંક્રમ) શરૂ કરે છે તેનાથી આહારદ્ધિક રૂપે બંધાયેલ કર્મદલિકો બંધાતા એવા વૈક્રિયાદિમાં સંક્રમાવીને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે તે જીવ આહારકદ્વિકની નિસત્તાકાવસ્થા કરે છે. ચોથા ગુણઠાણાથી પડીને પહેલે બીજે પણ જાય છે. યાવસૂક્ષ્મ નિગોદાદિમાં પણ જાય. તો પણ ઉવલના સંક્રમ ચાલુ જ રહે છે એટલે સત્તા અંતઃકોડાકોડી હોવા છતાં અવિરત થનારા જીવને પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જ સત્તા ટળી જાય છે. તેની સત્તા હોતે જીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org