________________
૧૨૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૩૧-૩૨
જેટલી પણ અબાધા હોય, સમય, બે સમય કે ત્રણ સમય આદિથી ન્યૂન પણ હોય અને છેલ્લે અંતર્મુહૂર્ત માત્ર પણ હોય. એવી જ રીતે પરભવનું મધ્યમ આયુષ્ય બંધાય કે નિગોદ આદિ ભવસંબંધી ક્ષુલ્લકભવાદિરૂપ અંતર્મુહૂર્તની જઘન્યસ્થિતિવાળું બંધાય તો પણ અબાધાકાળ પૂર્વક્રોડ વર્ષનો ત્રીજો ભાગ પણ હોય અને સમય, બે સમય, ત્રણ સમય આદિ ન્યૂન પણ હોય અને અને અન્તર્મુહૂર્ત પણ હોય. આ પ્રમાણે આયુષ્યકર્મમાં અબાધાકાળ સ્થિતિબંધ પ્રમાણે નથી. પરંતુ વર્તમાન ભવનું જેટલું આયુષ્ય બાકી હોય તેટલી અબાધા હોય છે. એમ જાણવું.
પ્રશ્ન= જ્ઞાનાવરણીયાદિ કર્મોની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રીસ કોડાકોડી બંધાય ત્યારે ત્રણ હજાર વર્ષ આદિ અબાધાકાળ હોય તે બરાબર છે. પરંતુ એક સમય ન્યૂન, બે સમય ન્યૂન, ત્રણ સમય ન્યૂન ત્રીસ કોડાકોડી બંધાય ત્યારે અબાધાકાળ કેટલો હોય ? અર્થાત્ કંઇક ન્યૂન સ્થિતિબંધમાં કેટલો અબાધાકાળ ઓછો થાય ?
- ઉત્તર= ઉત્કૃષ્ટસ્થિતિબંધ (૩૦ કોડાકોડી આદિ) કરે ત્યારે ૩૦૦૦ વર્ષ આદિ ઉત્કૃષ્ટ અબાધા હોય. પરંતુ એક સમય ન્યૂન, બે સમય ન્યૂન, ત્રણ સમય ન્યૂન, એમ વધુમાં વધુ પલ્યોપમનો એક અસંખ્યાતમો ભાગ ન્યૂન એવી ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ વગેરે સ્થિતિ જો બંધાય તો પણ ૩૦૦૦ વર્ષની જ અબાધા હોય છે. પરંતુ પલ્યોપમના એક અસંખ્યાતમા ભાગથી વધારે એક સમય પણ ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ જો બંધાય તો અબાધાકાળ ૧ સમયગૂન ત્રણ હજાર વર્ષ થાય છે. એમ બે-ત્રણ-ચાર સમય ન્યૂન કરતાં કરતાં પલ્યોપમના બે અસંખ્યાતમા ભાગ ઓછા થાય ત્યાં સુધી એક સમયજૂન ૩૦૦૦ વર્ષની અબાધા હોય છે જ્યારે પલ્યોપમના બે અસંખ્યાતમાં ભાગ તથા એક સમય ન્યૂન એવી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય તો બે સમયજૂન ૩૦૦૦ વર્ષની અબાધા હોય છે. આ રીતે સ્થિતિબંધમાં જેમ જેમ પલ્યોપમનો એક એક અસંખ્યાતમો ભાગ ઘટે છે તેમ તેમ અબાધામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org