________________
૧૦૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૨૫
લોભ, માયા, માન, ક્રોધ અને પુરુષવેદ આ પાંચ પ્રકૃતિઓનો બંધ ક્રમશ: એક-એક ભાગે વધતો જાય છે. (શ્રેણી ચડતાં નવમાના એકએક ભાગે જેમ બંધ ઘટ્યો હતો તેમ ઉતરતાં વધે છે.) એટલે નવમું ગુણઠાણે ૧૮-૧૯-૨૦-૨૧-૨૨ એમ કુલ ૫ બંધસ્થાનક હોય છે. - નવમાથી નીચે ઉતરતાં આઠમા ગુણઠાણે પ્રારંભમાં હાસ્ય ચતુષ્કનો બંધ વધતાં ૨૨+૪=૩૬નું બંધસ્થાનક હોય છે. આઠમામાં જ થોડોક કાળ ગયે છતે ગતિપ્રાયોગ્ય બંધ શરૂ થતાં દેવગતિ પ્રાયોગ્ય નામકર્મની ૨૮નો બંધ શરૂ થાય છે, તેમાં યશનામકર્મનો બંધ દસમા ગુણઠાણેથી ઉમેરાયેલો છે. એટલે નવી ૨૭ નામકર્મની પ્રકૃતિઓ ઉમેરતાં ૨૬+૨૭=૧૩નું બંધસ્થાનક હોય છે. તેમાં કોઈક જિનનામ બાંધે તો પ૪, પણ કોઈક આહારકદ્ધિક બાંધે તો ૫૫, અને કોઈ ઉભય બાંધે તો પ૬ એમ જુદા-જુદા જીવોને આશ્રયી ૫૩-૫૪-૫૫-૫૬ એમ ચાર બંધસ્થાનક સંભવે છે. ત્યારબાદ આઠમાના પહેલાભાગવાળા કાળે ઉતરીને આવતાં નિદ્રાદ્ધિકનો બંધ કરે છે. એટલે પ૩-૫૪-૫૫-૫૬માં બે વધતાં પપ-પ૬-૫૭-૫૮ નો બંધ થાય છે. આ પ્રમાણે આઠમા ગુણઠાણે ૨૬ તથા ૫૩ થી ૫૮ એમ કુલ સાત બંધસ્થાનક હોય છે.
સાતમા ગુણઠાણે નિદ્રાદિક જેમાં ઉમેરાયેલું છે. એવાં ૫૫૫૬-૫૭-૫૮ એમ ૪ બંધસ્થાનક હોય છે. તથા કોઈ જીવ છથી આયુષ્ય બાંધતો-બાંધતો સાતમે આવે તેવા જીવને આશ્રયી પપ+૧=પ૬, જિનનામ સહિત ૫૭, આહારદ્ધિક સહિત પ૮, અને ઉભય સહિત પ૯, એમ કુલ પપ થી પ૯ પાંચ બંધસ્થાનક સંભવે છે.
છટ્ટ ગુણઠાણે આહારકદ્વિકનો બંધ ન હોવાથી પ૫, જિનનામ સહિત પ૬, અને આયુષ્ય બંધાય ત્યારે પ૭ એમ પ૫-૫૬-૫૭ કુલ ત્રણ બંધસ્થાનક સંભવે છે. પાંચમા ગુણસ્થાનકે પ્રત્યાખ્યાનાવરણના ચાર કષાયનો બંધ વધતાં પપ-પ૬-૧૭ ના સ્થાને ૫૯-૬૦-૬૧ એમ ત્રણ બંધસ્થાનક થાય છે. જે પ.પં.તિર્યંચ-મનુષ્યો બાંધે છે. જિનનામવાળા બંધસ્થાનકોમાં તિર્યંચો બંધના સ્વામી ન લેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org