________________
પાંચમો કર્મગ્રંથ
૮ કર્મના બંધથી હાનિ થતાં થતાં ૭-૬-૧ના બંધના તે તે બંધના પ્રથમ સમયે ત્રણ અલ્પતરબંધ થાય છે.
ગાથા ૨૨-૨૩
:
ભૂયસ્કારરૂપે કે અલ્પતરૂપે જ્યારે જે જે બંધ શરૂ થાય છે ત્યારે, પ્રથમસમયે (વધારો થયો હોય તો) ભૂયસ્કાર કહેવાય, અને (ઘટાડો થયો હોય તો) અલ્પતર કહેવાય. પરંતુ બીજા સમયથી તે તે બંધ અવસ્થિત કહેવાય છે. જેમ અગિયારમાથી દસમે ગુણઠાણે આવતાં ૧ ના બંધથી ૬નો બંધ શરૂ કરતાં વધારો થયો છે માટે પ્રથમસમયે ભૂયસ્કાર. પરંતુ બીજા સમયથી અંતર્મુહૂર્ત સુધી (અર્થાત્ દસમે વર્તે ત્યાં સુધી) ૬નો અવસ્થિતબંધ કહેવાય છે. તથા ૬નો બંધ દસમે કરીને નવમે આવે ત્યારે ૭નો બંધ શરૂ કરતાં પ્રથમસમયે બીજો ભૂયસ્કાર. પરંતુ ૭નો બંધ શરૂ થયા પછી બીજા સમયથી જ્યાં સુધી આ ૭નો બંધ ચાલે ત્યાં સુધી ૭ના બંધનો અવસ્થિતબંધ કહેવાય છે. એમ ૮નો બંધ શરૂ કરે ત્યારે પ્રથમસમયે ભૂયસ્કાર, પરંતુ બીજા સમયથી ૮ના બંધનો અવસ્થિતબંધ કહેવાય છે. એવી રીતે આયુષ્યબંધ પૂર્ણ થયા પછી ૮ થી ૭નો બંધ શરૂ કરતાં પ્રથમ સમયે અલ્પતર, પણ બીજા સમયથી ૭નો અવસ્થિતબંધ, શ્રેણીમાં ચડતાં દસમે જતાં ૭માંથી ૬નો બંધ શરૂ કરતાં બીજા સમયથી ૬ના બંધનો અવસ્થિત બંધ. અને અગિયારમે-બારમે જતાં ૧નો બંધ શરૂ થતાં બીજા સમયથી જ્યાં સુધી એકનો બંધ ચાલે ત્યાં સુધી ૧ના બંધનો અવસ્થિત બંધ કહેવાય છે. આ પ્રમાણે ૮-૭-૬-૧ એમ અવસ્થિતબંધ ચાર થાય છે.
८७
સર્વથા મૂલકર્મોના બંધનો અભાવ તેરમા ગુણસ્થાનકના અંતે થાય છે. ત્યારબાદ જીવ નિયમા અબંધક થયો છતો ચૌદમે જઈને મોક્ષે જાય છે. ફરીથી બંધ શરૂ કરતો નથી. તેથી અવક્તવ્યબંધ થતો નથી. જો ચૌદમેથી પડી તેરમે આવી ૧નો, અથવા દસમે આવી ૬નો, અથવા ચૌદમેથી નવમે આવી ૭નો એમ બંધ કરતો હોત તો તે અવક્તવ્યબંધ થાત. પરંતુ ચૌદમે ગયેલો આત્મા પતન પામતો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org