________________
ગાથા : ૨૨-૨૩
પાંચમો કર્મગ્રંથ
૮૫
વર્ષ પ્રમાણ જાણવો. આ પ્રમાણે મૂલ ૮ કર્મનાં ૮-૭-૬-૧ એમ ચાર બંધસ્થાનક હોય છે.
ભૂયસ્કારાદિનું વર્ણન મૂલકર્મનાં આ ચાર બંધસ્થાનકોમાં ૩ ભૂયસ્કાર, ૩ અલ્પતર ૪ અવસ્થિતબંધ હોય છે. અને અવક્તવ્યબંધ હોતો નથી. આ વિષય સમજવા માટે ત્રેવીસમી ગાથામાં કહેલા ભૂયસ્કારાદિ ચારે બંધના અર્થો પ્રથમ સમજી લઈએ.
જેટલી પ્રકૃતિઓનો બંધ પ્રવર્તતો હોય, તેમાં એક, બે, ત્રણ કે તેનાથી અધિક પ્રકૃતિઓ વધારે બંધાય તે ભૂયસ્કારબંધ. અહીં ભૂયર્ એટલે વધારે, ચાલુ બંધમાં એકાદિ પ્રકૃતિનો પણ વધારો થવો તે..
જેટલી પ્રકૃતિઓનો બંધ પ્રવર્તતો હોય તેમાં એક, બે, ત્રણ કે તેનાથી વધારે ઓછી બંધાય. ન્યૂન બંધાય તે અલ્પતરબંધ અહી અન્ય એટલે ઓછી-ન્યૂન-હીન બંધાય તે.
જેટલી પ્રકૃતિનો બંધ ચાલતો હોય તેટલી ને તેટલી જ પ્રકૃતિ જીવ બાંધ્યા કરે, વધારો કે ઘટાડો ન થાય તે અવસ્થિતબંધ. અહીં અવસ્થિત એટલે સ્થિર, વધ-ઘટ નહીં તે.
સર્વથા બંધનો અભાવ થયા પછી જ્યારે ફરીથી તે બંધ ચાલુ કરે ત્યારે ફરીથી શરૂ થતા બંધના પ્રથમ સમયે અવક્તવ્યબંધ. ભૂયસ્કાર, અલ્પતર કે અવસ્થિત એમ ત્રણમાંથી કોઈપણ નામ વડે ન બોલાવી શકાય તેવો જે બંધ તે અવક્તવ્યબંધ.
અધિક બંધાય ત્યારે પ્રથમ સમયે જ ભૂયસ્કાર, ન્યૂન બંધાય ત્યારે પણ પ્રથમ સમયે જ અલ્પતર, સર્વથા નવો બંધ ચાલુ કરે ત્યારે પણ પ્રથમ સમયે જ અવક્તવ્ય, એમ ભૂયસ્કાર, અલ્પતર અને અવક્તવ્ય બંધ ફક્ત એક સમય માત્ર જ હોય છે અને તે પણ પ્રથમ સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org