________________
૯૧
વિશુદ્ધિવાળા અધ્યવસાય સ્થાનોમાં મિથ્યાત્વાદિ પ્રારંભનાં ગુણસ્થાનકો હોય છે. અને તીવ્રવિશુદ્ધિ, તીવ્રતરવિશુદ્ધિ અને તીવ્રતમ વિશુદ્ધિવાળા અધ્યવસાયસ્થાનોમાં સમ્યકત્વ-દેશવિરતિ-પ્રમત્ત અને અપ્રમત્તાદિ ગુણસ્થાનકો સંભવે છે. જેમ પચાસ માળનું ઉંચું એક મકાન હોય તેમાં કોઈ નીચેના માળે રહે, કોઈ વચ્ચેના માળે રહે, અને કોઈ ઉપરના માળે રહે છતાં એક મકાનમાં બધા રહે છે એમ કહેવાય છે. તેમ કોઈ મંદાદિ અને કોઈ તીવ્રાદિ અધ્યવસાયસ્થાનમાં હોય તો પણ તે સર્વે તેજોલેગ્યામાં કે પઘલેશ્યામાં છે એમ કહેવાય છે.
અણાહારી માર્ગણામાં ૧, ૨, ૪, ૧૩ અને ૧૪ એમ કુલ પાંચ ગુણસ્થાનકો હોય છે. ૧, ૨ અને ૪ વિગ્રહગતિમાં, તથા ૧૩મું કેવલી સમુદ્ધાતમાં હોય છે. ચૌદમે સદા અણાહારી જ છે. કારણ કે ચૌદમે ગુણઠાણે યોગરહિત હોવાથી ઔદારિકાદિ શરીરને પોષક પુદ્ગલોનું ગ્રહણ નથી. આ પ્રમાણે ૧૯મી ગાથામાં ૧૮, વીસમી ગાથામાં ૧૪, એકવીસમી ગાથામાં ૧૦, બાવીસમી ગાથામાં ૧૩ તથા ત્રેવીસમી ગાથામાં ૭ એમ ૬૨ માર્ગણાઓમાં ગુણસ્થાનકો કહ્યાં. (તેનું વધુ સ્પષ્ટ ચિત્ર (કોષ્ટક-ટેબલ) પૃષ્ઠ નં. ૧૨૦ ઉપર આપેલ છે.) મે ૨૩ છે
હવે આ જ ૬૨ માર્ગણાસ્થાનોમાં યોગ કહેવાના છે. તેથી પ્રથમ યોગના ૧૫ ભેદો સમજાવે છે. सच्चेअर मीस असच्चमोस मण वइ विउव्विआहारा॥ उरलं मीसा कम्मण, इय जोगा कम्ममणाहारे॥ २४॥ (सत्येतरमिश्रासत्यामृषा मनोवचसोः वैक्रियाहारको। औदारिकं मिश्राः कार्मणमिति योगाः, कार्मणमनाहारे ॥ २४॥)
શબ્દાર્થસગર= સત્ય અને અસત્ય, ૩૨તંત્ર ઔદારિક, મીસ મિશ્ર,
માત્ર ત્રણે મિશ્રયોગ, બન્નમોસ= અસત્યામૃષા,
—ળ= કાશ્મણકાયયોગ, મ= મનયોગ,
રૂચઃ આ પ્રમાણે, વ= વચનયોગ,
નો= કુલ પંદર યોગો છે. વિવિવૈક્રિયકાયયોગ,
મહારે અણાહારીમાં માણારા= આહારક,
કાર્પણ કાયયોગ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org