________________
૨૮૭ પ્રશ્ન-પર ચાર પ્યાલાનાં નામ શું ? અને માપ શું ?
ઉત્તર - પ્રથમ પ્યાલો અનવસ્થિત, બીજો શલાકા, ત્રીજો પ્રતિશલાકા, અને ચોથો મહાશલાકા, ત્યાં બીજા-ત્રીજા-અને ચોથાનું માપ જંબુદ્વીપની સમાન એક લાખ યોજન લંબાઈ, એક લાખ યોજન પહોળાઈ, એક હજાર યોજન ઉંડાઈ, તથા આઠ યોજનની જગતી, તેના ઉપર બે ગાઉની વેદિકા. શિખા ચડે તેવા સરસવથી ભરવાના. પ્રથમ પ્યાલામાં પહેલાનું માપ ઉપર પ્રમાણે જ લેવાનું. પરંતુ તે નિયત માપ હોવાથી ગણાય નહીં. તે જ્યાં ખાલી થાય ત્યાં સુધીના માપવાળો પ્યાલો તે અનવસ્થિત.
પ્રશ્ન-૫૩ સાક્ષિદાણા જે નાખવાના આવે છે તે ઠલવાયેલા પ્યાલામાંથી લેવા કે બહારથી લાવીને નાખવા ?.
ઉત્તર - ઠલવાયેલા પ્યાલામાંથી ન લેવા. પરંતુ બહારથી લાવવા. કારણ કે ઉપાડેલા પ્યાલાને પૂર્ણપણે ઠલવવાના જ કહ્યા છે.
પ્રશ્ન-૫૪ પહેલો અનવસ્થિત પ્યાલો ઠલવાય ત્યારે તેનો સાલિદાણો શલાકામાં જેમ નખાય છે તેમ શલાકા ભરાયા પછી અનવસ્થિતના સાક્ષિદાણા પ્રતિશલાકામાં નખાય કે નહીં ?
ઉત્તર - તેવી રીતે નાખવાના નથી. અનવસ્થિત ઠલવાય ત્યારે તેના સાક્ષિદાણા શલાકામાં જ નખાય, શલાકા ભરાય ત્યારે તે શલાકાને ઠલવવો તેના જ સાક્ષિદાણા પ્રતિશલાકામાં નાખવા અને જ્યારે પ્રતિશલાકા ભરાય ત્યારે તે પ્રતિશલાકાને જ ઠલવવો, અને તેના જ સાક્ષિદાણા મહાશલાકામાં નાખવા. આ જ ક્રમ સાચવવાનો છે. આડા-અવળા દાણા ક્યાંય નાખવાના નથી.
પ્રશ્ન-૫૫ રાશિ અભ્યાસ એટલે શું ?
ઉત્તર - કોઈપણ વિવક્ષિત રાશિને તે જ રાશિ વડે તેના કરતાં એકવાર ન્યૂનપણે ગુણવા. જેમકે ૪૪૪૪૪૪૪ ૨૫૬ આમાં ચારનો ચારની સાથે ત્રણવાર ગુણાકાર થયો. તે ચારનો રાશિઅભ્યાસ કહેવાય છે.
પ્રશ્ન-પ૬ મધ્યમ અથવા ઉત્કૃષ્ટ અસંખ્યાત કે અનંત જાણવું હોય તો તેનો ઉપાય શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org