________________
૨૮૫ પ્રશ્ન-૪૫ ધ્રુવ ગુણસ્થાનક અને અધુવ ગુણસ્થાનક એટલે શું ? અને તે ક્યાં કયાં હોય છે ?
ઉત્તર - જે ગુણસ્થાનકો આ સંસારચક્રમાં સદા હોય જ છે. તે ધ્રુવ કહેવાય છે. અને જે ક્યારેક હોય અને ક્યારેક ન હોય તેને અધ્ધવગુણસ્થાનક કહેવાય છે. ૧-૪-૫-૬-૭-૧૩ આ છ ધ્રુવ ગુણસ્થાનક છે. અને બાકીનાં ૨-૩-૮-૯-૧૦-૧૧-૧૨-૧૪ આ ૮ અધ્રુવ ગુણસ્થાનક છે.
પ્રશ્ન-૪૬ આ અધુવ ૮ માંથી ક્યારેક ૧ હોય ક્યારેક ૨ હોય ક્યારેક ૩ હોય તો તેના આવા સંભવિત ભાંગા કેટલા થાય ?
ઉત્તર - જો એક હોય તો વારાફરતી એક-એક હોવાથી ૮ ભાંગા થાય. જો બે હોય તો વારાફરતી બે જોડવાથી દ્વિસંયોગી ૨૮ ભાંગા થાય. એમ ત્રણ હોય તો વારાફરતી ત્રણ જોડવાથી ત્રિસંયોગી પ૬ ભાંગા થાય.
એમ ચાર હોય તો વારાફરતી ચાર જોડવાથી ચતુઃસંયોગી ૭૦ ભાંગા થાય.
એમ પાંચ હોય તો વારાફરતી પાંચ જોડવાથી પંચસંયોગી ૫૬ ભાંગા થાય.
એમ છ હોય તો વારાફરતી છ જોડવાથી છસંયોગી ૨૮ ભાંગા થાય.
એમ સાત હોય તો વારાફરતી સાત જોડવાથી સાતસંયોગી ૮ ભાંગા થાય.
આઠે ગુણસ્થાનક જો હોય તો આઠસંયોગી ભાંગો ૧ જ થાય છે.
પ્રશ્ન-૪૭ ભાવ એટલે શું ? પાંચ ભાવો કયા કયા ? તેના ઉત્તરભેદો કેટલા ? અને સાન્નિપાતિકભાવ એટલે શું ?
ઉત્તર - કર્મની સાથે સંબંધવાળું અથવા વસ્તુનું સ્વાભાવિક એવું જે સ્વરૂપ તે ભાવ કહેવાય છે. તેના પાંચભેદો છે. તથા તેના ઉત્તરભેદો ઔપશમિકના ૨, ક્ષાયોપથમિકના ૧૮, ક્ષાયિકના ૯, ઔદયિકના ૨૧ અને પારિણામિકના ૩ ભેદ છે. આ મૂલ પાંચભાવોમાંથી કોઈપણ બે-ત્રણ-ચાર ઈત્યાદિ ભાવોનું સાથે હોવું તે સાત્રિપાતિક ભાવ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org