________________
૨૮૨ આઠથી બારમાં જ મનના, ૪ વચનના અને ઔદારિકકાયયોગ એમ ૯ યોગ હોય છે.
તેરમે ગુણઠાણે પહેલો-છેલ્લો મનયોગ, પહેલો-છેલ્લો વચનયોગ, ઔદારિક કાયયોગ, ઔદારિકમિશ્રકાયયોગ અને કાર્પણ કાયયોગ એમ ૭ યોગ હોય છે.
પ્રશ્ન-૩૭ મિશ્રગુણઠાણે દેવ-નારકીને પર્યાપ્તાવસ્થામાં વૈક્રિયકાયયોગ હોય છે તેમ લબ્ધિવાળા મનુષ્ય-તિર્યંચો વૈક્રિય બનાવે ત્યારે વૈક્રિયમિશ્ર કાયયોગ પણ ત્રીજે ગુણઠાણે ઘટી શકે છે. તે કેમ કહેલ નથી ? * ઉત્તર - મિશ્રગુણઠાણે વૈક્રિયમિશ્રના અવિધાનથી જ એમ સમજાય છે કે લબ્ધિધારી તિર્યંચ અને મનુષ્યો મિશ્રગુણઠાણે વૈક્રિયલબ્ધિ વિદુર્વતા નથી.
પ્રશ્ન-૩૮ કર્મગ્રંથકારને અને સિદ્ધાન્તકારને ગાથા ૪૯ માં મુખ્ય મુખ્ય શું શું વિવફા ભેદ છે ? તથા તેની પાછળ શું શું કારણ છે ?
ઉત્તર - (૧) સાસ્વાદનભાવે વર્તતા જીવો સમ્યક્ત્વવાળી ભૂમિકામાં છે. અથવા સમ્યકત્વથી આવ્યા છે. માટે જ્ઞાની છે એમ સિદ્ધાન્તકાર કહે છે. અને મિથ્યાત્વાભિમુખ છે, તે તરફ જઈ રહ્યા છે માટે અજ્ઞાની છે એમ કર્મગ્રંથકાર કહે છે.
(૨) વૈક્રિયલબ્ધિવાળા તિર્યંચો, અને વૈક્રિય તથા આહરક લબ્ધિવાળા મનુષ્યો જ્યારે વૈક્રિય અને આહારક શરીરની રચના કરે ત્યારે પ્રારંભકાળે મૂલ શરીરની પ્રધાનતાએ ઔદારિકમિશ્ર કહેવાય. અને પરિત્યાગકાળે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર કહેવાય- એમ સિદ્ધાન્તકાર માને છે. જ્યારે કર્મગ્રંથકારનું કહેવું છે કે પ્રારંભકાળે અને પરિત્યાગકાળે એમ બને કાળે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ન જ નવા શરીરની પ્રધાનતાએ કહેવાય છે.
(૩) એકેન્દ્રિયોમાં પણ વિકસેન્દ્રિયની જેમ સાસ્વાદન હોય છે એમ કર્મગ્રંથકાર કહે છે અને એકેન્દ્રિયોમાં સાસ્વાદન નથી સંભવતું એમ સિદ્ધાન્તકાર કહે છે.
(૪) અવધિદર્શન ૧થી૧૨ ગુણસ્થાનક સુધી હોય છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org