________________
૨૬૯
વવદર તું = પરંતુ વ્યવહાર | સુસ્થિવિરારો = સૂક્ષ્મ અર્થના થાય છે,
વિચારવાળો, મ = મધ્યમનો જ,
નિદિો = લખ્યો, શ = આ પ્રમાણે,
વિજૂરીર્દિ = દેવેન્દ્રસૂરિજીએ. ગાથાર્થ - સિદ્ધના જીવો, નિગોદના જીવો, વનસ્પતિકાયના જીવો, ત્રણે કાળના સમયો, સર્વ પુદ્ગલો, સર્વ અલોકાકાશના પ્રદેશો, એમ છે વસ્તુઓ ઉમેર્યા પછી ફરીથી ત્રણવાર વર્ગ કરાય છતે કેવલઢિકના પર્યાયો નખાયે છતે ઉત્કૃષ્ટ અનંતાનંત થાય છે. પરંતુ વ્યવહાર માધ્યમનો જ હોય છે. આ પ્રમાણે સૂક્ષ્મ અર્થના વિચારોવાળો આ ચોથો કર્મગ્રંથ દેવેન્દ્રસૂરિજીએ લખ્યો છે. ૧૮૫-૮૬ /
વિવેચન - જઘન્ય અનંતાનંત નામના સાતમા અનંતાનો ત્રણવાર વર્ગ કરીએ ત્યારબાદ તેમાં અનંતની સંખ્યાવાળી હવે કહેવાતી ૬ વસ્તુઓ નાખીએ.
(૧) સિદ્ધના જીવોનો આંક, નાશ કર્યા છે સર્વ કર્મો જેઓએ તે સિદ્ધ પરમાત્મા, તે અનાદિકાળથી મુક્તિગમન ચાલુ હોવાથી અનંત છે. સંસારમાં રહેલા અભવ્ય જીવો કરતાં જે અનંતગુણા છે. તે સર્વ સિદ્ધની રાશિ ઉમેરો.
(૨) નિગોદના જીવો. સૂક્ષમ-બાદર એમ બન્ને પ્રકારના જે સાધારણ વનસ્પતિકાય, તેમાં રહેલા સર્વ જીવોની રાશિ ઉમેરો.
(૩) વનસ્પતિકાયના જીવો, અહીં પ્રત્યેક વનસ્પતિકાય તથા સૂક્ષ્મબાદર સાધારણ વનસ્પતિકાય એમ તમામ પ્રકારના વનસ્પતિકાય લેવા. તેમાં રહેલા જીવોની સંખ્યા ઉમેરવી. અહીં એક પ્રશ્ન થાય કે નિગોદના જીવો બે નંબરની વસ્તુમાં પણ કહ્યા. અને આ ત્રણ નંબરની વસ્તુમાં પણ કહ્યા. એમ બે વાર કેમ ? તો તેનો ઉત્તર એ છે કે આપણે ઉત્કૃષ્ટાનંતાનંત જાણવું છે. તેમાં આટલી મોટી સંખ્યા બે વાર ઉમેરાય તો પણ શું વાંધો છે? અર્થાત્ ઈષ્ટસંખ્યા આ માપે જ થાય છે. માટે બે વાર કહી છે.
ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org