________________
૨૬૭
ગાથાર્થ - ફરીથી પણ તેનો ત્રણવાર વર્ગ કરીએ ત્યારે જઘન્ય પરિત્ત અનંત થાય છે. તેનો રાશિ અભ્યાસ કરીએ તો જઘન્યયુક્ત અનંત થાય છે. તેટલા અભવ્યજીવો છે. એમ તેનું માપ જાણવું. ૫૮૩ ll
વિવેચન-જઘન્ય અસંખ્યાત અસંખ્યાત નામના સાતમા અસંખ્યાતાનો ત્રણવાર વર્ગ કરીને તેમાં પૂર્વે કહેલી ૧૦ વસ્તુઓની સંખ્યા ઉમેરીને ત્યારબાદ ફરીથી પણ એવી જ રીતે ત્રણવાર વર્ગ કરવો. સારાંશ કે ૧૦ વસ્તુઓ ઉમેરતાં પહેલાં પણ ત્રણવાર વર્ગ કરવાનો અને ૧૦ વસ્તુઓ ઉમેર્યા પછી પણ ત્રણવાર વર્ગ કરવાનો. એમ કરવાથી જે આંક થાય તે જઘન્ય પરિત્ત અનંતુ એ નામનું પ્રથમ અનંતું થાય છે.
આ પ્રથમ અનંતાનો રાશિ અભ્યાસ કરીએ તો (એટલે કે જ.૫. અનંતાની રાશિને તે જ રાશિ વડે એક ન્યૂન તેટલીવાર ગુણીએ તો) જઘન્યયુક્ત અનંતુ એટલે ચોથુ અનંતું થાય છે. આ ચોથા અનંતાનો જેટલો આંક થયો તેટલા અભવ્યજીવો આ સંસારમાં છે. એમ જાણવું. અભવ્યજીવોનું માપ આ ચોથા અનંતે છે. હવે ચોથા અનંતામાંથી સાતમું જઘન્ય અનંત અનંત વગેરે કેમ્ થાય ? તે આગળ ગાથામાં સમજાવે છે. I૮૩ . तव्वग्गे पुण जायइ, ताणंतं लहु तं च तिक्खुत्तो । वग्गसु तहवि न तं होइ, णंत खेवे खिवसु छ इमे ॥ ८४ ॥ (तद्वर्गे पुनर्जायतेऽनन्तानन्तं लघु तच्च त्रिः । वर्गयस्व तथापि न तद् भवति, अनन्तक्षेपकान् क्षिपस्व षडिमान् ॥ ८४॥
તવ્યો = તેનો વર્ગ કરીએ ત્યારે, તવ = તો પણ, પુખ = વળી,
તં હોડ = તે ઉત્કૃષ્ટાનંતાનંત ગાય = થાય છે,
થતું નથી માટે, બંતાનંત નંદ=જઘન્ય અનંતાનંત, | vidવે = અનંતની સંખ્યાવાળા તં ચ = તેનો વળી,
નાખવા યોગ્ય, તિવરપુર = ત્રણવાર,
વિષ્ણુ = ઉમેરો, વાણું = તમે વર્ગ કરે, છે = આ છ વસ્તુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org