SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ मोहेव समो ઉપશમભાવ धम्माइ ધર્માસ્તિકાયાદિ, મોહનીયનો જ હોય છે, પરિમિયમાવે = પારિણામિકભાવમાં હોય છે, खंधा મીસો પડ ધાડ્યુ=ક્ષાયોપશમિકભાવ ચાર ઘાત્તીકર્મોનો હોય છે. પુદ્ગલાસ્તિકાયના· સ્કંધો, અટ્ટમ્પનુ ય સેસા=બાકીના સર્વે | પ = ઔદિયકભાવમાં પણ ભાવો આઠે કર્મોમાં હોય છે, હોય છે. ગાથાર્થ ઃ- ઔપમિકભાવ મોહનીય કર્મનો જ હોય છે. ક્ષાયોપશમિકભાવ ચારઘાતિકર્મોનો જ હોય છે. શેષ ભાવો આઠે કર્મોના હોય છે. તથા ધર્માસ્તિકાયાદિ પાંચે (અજીવ) દ્રવ્યો પારિણામિકભાવે હોય છે. તથા પુદ્ગલાસ્તિકાયના કેટલાક સ્કંધો ઔદયિકભાવે પણ હોય છે. ૬૯ ॥ ૨૩૧ શબ્દાર્થ = Jain Education International = – વિવેચન - પાંચે ભાવોનું તથા તેનાથી થતા સાન્નિપાતિક ભાવોના ભેદોનું વર્ણન કરીને હવે કયા કયા ભાવો કયા કયા કર્મોના હોય તે સમજાવે છે. ઔપમિક ભાવ આઠ કર્મોમાંથી માત્ર એક મોહનીય કર્મનો જ હોય છે. કારણ કે રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ કર્મને સર્વથા ઉપશમાવવાનું કામ માત્ર મોહનીયકર્મમાં જ થાય છે. શેષકર્મોમાં થતું નથી. ક્ષાયોપશમિક ભાવ ચાર ઘાતીકર્મોનો જ હોય છે. ઉદયમાં આવેલાં દલિકોને મંદરસવાળાં કરીને ભોગવવાં (તે ક્ષય), અને ઉદયમાં ન આવેલાં પણ ઉદીરણાદિના બલે આવવાના સંભવવાળાં દલિકોને ત્યાં જ અટકાવી દેવાં - ઉપશમાવી દેવાં, તે ઉપશમ. એમ ક્ષયોપશમ શબ્દ બને છે. આ વ્યાખ્યા ઉદય સાથે ક્ષયોપશમવાળા જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાયમાં લાગે છે. અને ઉદિત કર્મોને હીનરસવાળાં કરી સ્વજાતીય પરપ્રકૃતિમાં સંક્રમાવી પરસ્વરૂપે (સ્વની અપેક્ષાએ પ્રદેશોદયરૂપે) ભોગવવાં તે ક્ષય, અને ઉદયમાં ન આવેલાં અને ઉદીરણાદિથી આવવાવાળાંને ઉપશમાવવાં તે ઉપશમ. એવા અર્થવાળો ક્ષયોપશમ મોહનીય કર્મની તેર સર્વઘાતી પ્રકૃતિઓમાં ઘટે છે. આ ચાર કર્મો જ ગુણધાતી છે. માટે ક્ષયોપશમભાવ સંભવે છે. શેષ અઘાતીમાં ક્ષયોપશમભાવ નથી. ક્ષાયિક - ઔદયિક અને પારિણામિક આ શેષ ત્રણ ભાવો આઠે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy