________________
૧૭૦
છે. પરંતુ વિરતિનાં પચ્ચકખાણ વાવજીવ માત્રનાં જ હોવાથી વિગ્રહગતિમાં જતાં અવિરતિ થઈ જાય છે. તેથી વિગ્રહગતિભાવિ અને અપર્યાપ્તાવસ્થાભાવિ કાર્પણ અને ઔદારિકમિશ્ર યોગ સંભવતા નથી. જો કે દેવ-નારકી સંબંધી વૈક્રિયમિશ્ર પણ દેવ-નારકીને પાંચમું ગુણઠાણું ન હોવાથી સંભવતો નથી. તો પણ અંબડશ્રાવકની જેમ લબ્ધિધારી મનુષ્ય-તિર્યંચને આશ્રયી વૈક્રિયમિશ્ર સંભવે છે. તેથી તેનું વર્જન કરેલ નથી. તથા બીજો કષાય કે જે દેશવિરતિનો ઘાતક છે તે પણ પાંચમે ગુણઠાણે હોતો નથી. કારણ કે અપ્રત્યાખ્યાનીયકષાયના ઉદયથી દેશવિરતિ આવતી નથી. તેનો ક્ષયોપશમ થાય તો જ દેશવિરતિ આવે છે. તેથી પાંચમે ગુણઠાણે આ કષાય ઉદયમાં સંભવતો નથી. આ પ્રમાણે સાત વિના ૪૬-૭=૩૯ ઓગણચાલીસ બંધહેતુ દેશવિરતિ હોય છે.
હવે પ્રમત્ત નામના છઠ્ઠા ગુણઠાણે કેટલા બંધહેતુ હોય ? તે કહે છે કે આ ૩૯ બંધહેતુમાં આહારકકાયયોગ અને આહારકમિશ્નકાયયોગ એમ બે બંધહેતુ ઉમેરો એટલે ૩૯+૨=૪૧ એકતાલીસ થશે. તેમાંથી આગળ આવતી સત્તાવનમી ગાથામાં ૧૧ અવિરતિ અને પ્રત્યાખ્યાની ત્રીજો કષાય એમ ૧૧+૪=૧૫ પન્નર બંધહેતુ ઓછા કરવાથી ૨૬ બંધહેતુ હોય છે. તે ગુણઠાણે સર્વવિરતિ ચારિત્ર અને ચૌદપૂર્વના અભ્યાસનો યોગ છે. તેથી આહારકદ્ધિક સંભવે છે. આ પ૬ છે अविरइ इगार तिकसाय, वज अपमत्ति मीसदुगरहिआ। चउवीस अपुव्वे पुण, दुवीस अविउव्वियाहारे॥ ५७॥ (अविरत्येकादशतृतीयकषायान् वर्जयित्वाऽप्रमत्ते मिश्रद्विकरहिताः । चतुर्विंशतिरपुर्वे पुनः, द्वाविंशतिरवैक्रियाहारकाः ॥ ५७॥
શબ્દાર્થવિરફR= અગિયાર અવિરતિ, | વડવી = ચોવીસ બંધહેતુ, તિસાય= ત્રીજો કષાય,
૩મપૂબે પુખ = વળી અપૂર્વકરણે, વગ= વજીને,
તુવીર = બાવીસ, સામત્તિક અપ્રમત્તગુણઠાણે,
વિલ્વિયાહાર= વૈક્રિય અને સતુારદિગા= બે મિશ્રયોગથી રહિત, I
આહારક વિના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org