________________
૧૫૬
માળે રહેનારને ગંદકી ઓછી અને હવા-પ્રકાશ વધારે હોય છે. એવી રીતે એક જ લેશ્યા પ્રાથમિક ગુણઠાણામાં પણ હોય છે. અને ઉપરના ગુણઠાણામાં પણ હોય છે છતાં શુક્લાદિ શુભલેશ્યા મિથ્યાત્વાદિ ગુણઠાણે મંદ, અને શ્રેણી આદિનાં ઉપરનાં ગુણઠાણામાં તીવ્ર હોય છે. તથા કૃષ્ણાદિ અશુભલેશ્યા પ્રથમાદિ ગુણઠાણે તીવ્ર અને દેશવિરતિ તથા પ્રમત્તે મંદ હોય છે. ઈત્યાદિ આવી આવી વિશેષ યુક્તિઓ સ્વયં જાણી લેવી.
અયોગિ ગુણઠાણાવાળા ભગવાન યોગરહિત છે. માટે ત્યાં એક પણ લેશ્યા નથી. કારણ કે યોગાન્તર્ગત દ્રવ્યવર્ગણા એ દ્રવ્યલેશ્યા છે. અયોગીને એ ન હોવાથી દ્રવ્યલેશ્યા પણ નથી. અને તજજન્ય ભાવલેશ્યા પણ નથી. આ પ્રમાણે ચૌદ ગુણસ્થાનકો ઉપર લેશ્યા દ્વાર કહીને હવે બંધહેતુ દ્વાર
જણાવે છે.
પ્રતિસમયે સંસારી જીવો કર્મોનો જે બંધ કરે છે તેમાં ચાર મૂલકારણ છે (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ (૩) કષાય, (૪) અને યોગ. ત્યાં જિનેશ્વર પરમાત્માએ જે તત્ત્વ જેવું કહ્યું છે તેનાથી વિપરીત રુચિ, સાચા અને આત્મહિતકારી તત્ત્વો ઉપર અરુચિ, કોઈ પણ એકબાજુના કદાગ્રહ, એકાન્તદૃષ્ટિ આ મિથ્યાત્વ કહેવાય છે. અવિરતિ એટલે મન-વચન અને કાયા દ્વારા સેવાતા સાવદ્યયોગથી નિવૃત્તિનો અભાવ. પાપવાળાં કાર્યો ભલે કરે નહીં તો પણ જો તેની નિવૃત્તિ ન કરી હોય તો તે કાર્યો કરવાની મમતાઆસક્તિ ચાલુ હોવાથી આશ્રવ થાય જ છે. તે અવિરતિ, ક્રોધ-માન-માયા અને લોભ રૂપ કષાય. તથા મન-વચન અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિ તે યોગ. એમ સામાન્યથી ચાર બંધહેતુ છે.
પ્રશ્ન- તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં “પ્રમાદ” પણ પાંચમો બંધહેતુ કહ્યો છે. તે તમે કેમ ન કહ્યો ? ‘‘મિથ્યાર્શનવિરતિપ્રમાાયયોના વહેતવ: '' ૮-૧ પ્રમાદ બંધહેતુ છે. એવું વિધાન અહીં કેમ ન કર્યું ?
ઉત્તર- આ પ્રમાદ એ પણ બંધહેતુ છે. પરંતુ તેનો અવિરતિમાં કષાયમાં અને યોગમાં સમાવેશ થઈ જાય છે. તેથી જુદો કહ્યો નથી. મદિરાપાન, વિષયસેવન, વિકથાઓ કરવી અને વૈક્રિયાદિ નવા શરીરોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org