________________
૧૪૯
જ્ઞાનાવરણીયાદિકર્મનો ક્ષાયિકભાવ ન હોવાથી કેવલજ્ઞાન-કેવલદર્શન પણ નથી. તેથી છ જ ઉપયોગ સંભવે છે.
મિશ્રગુણઠાણે આ જ છ ઉપયોગ ત્રણ અજ્ઞાનથી મિશ્ર હોય છે. ત્રણ જ્ઞાનો ત્રણ અજ્ઞાનથી મિશ્ર હોય છે. કારણ કે આ ગુણઠાણાવાળા જીવો સમ્યગ્ અને મિથ્યા એમ બન્ને દૃષ્ટિઓથી મિશ્ર છે. ફક્ત એટલું વિશેષ જાણવું કે જ્યારે સમ્યભાવની બહુલતા હોય ત્યારે જ્ઞાનની બહુલતા ગણાય છે. અને જ્યારે મિથ્યાભાવની બહુલતા હોય ત્યારે અજ્ઞાનની બહુલતા ગણાય છે. અને જ્યારે સમ્યગ્ભાવ તથા મિથ્યાભાવની સમાનતા હોય ત્યારે ઉભય અંશની સમાનતા ગણાય છે. તથા તે ગુણઠાણે દર્શનમાં ચક્ષુ-અચક્ષુ-અવિધ એમ ત્રણ હોય છે. અહીં કર્મગ્રંથકારે ત્રીજે ગુણઠાણે અવધિદર્શન હોય છે એમ જે કહ્યું તે સિદ્ધાન્તકારના મતે જાણવું. કર્મગ્રંથકારના મતે નહીં. કર્મગ્રંથકારના મતે અવધિદર્શન ૪ થી ૧૨ માં હોય છે.
જયાઈ એટલે યતાદિ ગુણઠાણાં, યત એટલે સંયત-સંયમ, અર્થાત્ સંયમવાળાં-સર્વવિરતિવાળાં જે ગુણઠાણાં તે પ્રમત્તથી પ્રારંભીને ક્ષીણમોહ સુધીનાં ૬ થી૧૨ એમ સાત ગુણઠાણામાં ઉપરના છ ઉપયોગો મન:પર્યવજ્ઞાન સહિત સાત હોય છે. કારણ કે સર્વવિરતિ હોવાથી મન:પર્યવજ્ઞાન સંભવે છે. પરંતુ જ્ઞાનાવરણીયાદિનો ક્ષાયિકભાવ ન હોવાથી કેવલજ્ઞાન-કેવલદર્શન સંભવતું નથી તથા મિથ્યાત્વ ન હોવાથી ત્રણ અજ્ઞાન પણ સંભવતાં નથી માટે સાત ઉપયોગ હોય છે.
તેરમા-ચૌદમા સયોગી-અયોગી નામના અન્તિમ બે ગુણઠાણામાં કેવલજ્ઞાન કેવલદર્શન એમ બે જ ઉપયોગ હોય છે. શેષ ઉપયોગો છાાસ્થિક હોવાથી અને કેવલીને છદ્મસ્થાવસ્થા ન હોવાથી સંભવતા નથી નવ્રુમ્મિ ઞ છાડસ્થિ નાળે આવું શાસ્ત્રવચન છે. ૫ ૪૮ ॥
અહીં વારંવાર ઘણી ઘણી ગાથાઓમાં સિદ્ધાન્તકારનો મત જુદો અને કર્મગ્રંથકારનો મત જાદો હોય એમ આવે છે. તો એવી કઈ કઈ બાબતો છે કે જેમાં આ બે મતો જાદા પડે છે. તથા તે જુદી માન્યતાનું શું કારણ છે? તથા સિદ્ધાન્તકાર એટલે કોણ ? અને કર્મગ્રંથકાર એટલે કોણ ? આ ખુલાશો કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org