________________
૧૦૭
વિના ૧૦ કહ્યા છે. ટીકામાં કહ્યું છે કે तेषां वैक्रियारम्भासम्भवात्, अन्यतो वा कुतश्चित् कारणात् पूर्वाचार्यैस्तन्नाभ्युपगमत इति न सम्यग्वगच्छामस्तथाविध-सम्प्रदायाभावात् ।
દેશવિરતિમાર્ગણામાં વૈક્રિય અને વૈક્રિયમિશ્ર યોગ સહિત ઉપરોક્ત ૯ એમ કુલ ૧૧ યોગ હોય છે. અંબાદ દેશિવરતિધર શ્રાવકોમાં વૈક્રિયની રચના સંભવે છે. આહારકદ્ધિક અને અપર્યાપ્તાવસ્થાભાવી કાર્યણ અને ઔદારિકમિશ્રયોગ દેશવિરતિમાં સંભવતા નથી.
યથાખ્યાત ચારિત્રમાં ઉપરોક્ત નવ તથા કાર્પણ અને ઔદારિકમિશ્ર એમ કુલ ૧૧ યોગ હોય છે. યથાખ્યાતચારિત્ર અગિયારમા-બારમા-તેરમા અને ચૌદમા એમ ચારે ગુણઠાણે હોય છે. તેથી કેવલીભગવાનને ક્ષાયિકભાવ હોવાથી પૂર્ણજ્ઞાન હોવાના કારણે મન-વચનના પહેલા-છેલ્લા એમ બે-બે યોગ જ ભલે હો, તો પણ અગિયારમા-બારમા ગુણઠાણાવાળા જીવો છદ્મસ્થ હોવાથી પૂર્ણજ્ઞાનવાળા નથી માટે મન-વચનના ચારે યોગો સંભવે છે. તથા મનુષ્ય હોવાથી ઔદારિક કાયયોગ તો છે જ. અને કેવલીસમુદ્દાતમાં કાર્પણ અને ઔદારિકમિશ્રયોગ હોય છે. તેથી ૧૧ યોગ ઘટે છે. અહીં વૈક્રિય અને આહારકની રચના સંભવતી નથી. આ પ્રમાણે આ ગાથામાં કુલ ૫ માર્ગણામાં યોગ કહ્યા છે. આ પ્રમાણે ચોવીસમી ગાથામાં ૧, પચીસમી ગાથામાં ૨૬, છવીસમી ગાથામાં ૧૨, સત્તાવીસમી ગાથામાં ૧૦, અઠ્ઠાવીસમી ગાથામાં ૮, અને ઓગણત્રીસમી ગાથામાં ૫, એમ ૬૨ માર્ગણાઓમાં યોગ કહ્યા. (તેનું વધુ સ્પષ્ટ ચિત્ર (કોષ્ટક-ટેબલ) પૃષ્ઠ નં. ૧૨૦ ઉપર આપેલ છે. ૫ ૨૯ ૫
હવે બાસઠ માર્ગણાઓમાં ઉપયોગ સમજાવે છે. तिअनाण नाण पण चउ, दंसण बार जिअलक्खणुवओगा । विणु मणनाण दुकेवल, नव सुरतिरिनिरयअजएसु ॥ ३० ॥ ( त्रीण्यज्ञानानि ज्ञानानि पञ्च चत्वारि दर्शनानि जीवस्य लक्षणोपयोगाः । विना मनः पर्यवज्ञानकेवलद्विकं नव सुरतिर्यग्नरकायतेषु ॥ ३० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org