________________
કર્મસ્તવ
હવે બીજા ગુણઠાણાના છેડે ૯નો ઉદયવિચ્છેદ, ૩ નો અનુદય એમ ૧૨, ઉદયમાંથી ઓછી થાય છે અને એકનો ઉદય વધે છે એમ ૧૧૧-૧૨ = ૯૯ + ૧ = ૧૦૦ સો પ્રકૃતિઓનો ઉદય મિશ્રગુણઠાણે હોય છે. જે નવ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે તે આ પ્રમાણેઅનંતાનુબંધી ૪, સ્થાવરનામકર્મ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ. એમ ૯ નો ઉદયવિચ્છેદ જાણવો.
અનંતાનુબંધી કષાયનો ઉદય સમ્યક્ત્વનો ઘાતક છે. તેથી સમ્યક્ત્વગુણઠાણે કે મિશ્રગુણઠાણે અનંતાનુબંધીનો ઉદય સંભવતો નથી. અને સમ્યક્ત્વ પામેલા જીવને અનંતાનુબંધીનો ઉદય થાય તો તે જીવ નિયમા સાસ્વાદન-મિથ્યાત્વભાવને જ પામે છે માટે મિત્રે અનંતાનુબંધીનો ઉદય સંભવતો નથી.
સ્થાવર નામકર્મનો ઉદય એકેન્દ્રિય જીવોમાં જ હોય છે અને એકેન્દ્રિય-વિકલેન્દ્રિય જાતિનો ઉદય અનુક્રમે એકેન્દ્રિય-વિકલેન્દ્રિય જીવોને જ હોય છે. ત્યાં મિશ્ર કે સમ્યક્ત્વ ગુણસ્થાનક સંભવતું નથી. કારણ કે મિશ્ર કે સમ્યક્ત્વ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ પામે છે. માટે આ નવ પ્રકૃતિઓનો બીજા ગુણઠાણાના છેડે ઉદયવિચ્છેદ થાય છે તથા- || ૧૪ ||
मीसे सयमणुपुवी - णुदया मीसोदएण मीसंतो । चउसयमजए सम्मा-णुपुव्विखेवा बियकसाया ॥ १५ ॥ (मिश्रे शतमानुपूर्व्यनुदयान्मिश्रोदयेन मिश्रान्तः । चतुः शतमयते सम्यगानुपूर्वीक्षेपाद् द्वितीयकषायाः ) શબ્દાર્થ- મીત્તે = મિશ્રગુણઠાણે, સયં = સો પ્રકૃતિઓનો ઉદય હોય છે, અનુપુથ્વીનુયા = આનુપૂર્વીનો અનુદય થવાથી, મીસોળ મિશ્રમોહનીયનો ઉદય થવાથી, મીસંતો = મિશ્રમોહનીયનો અન્ત થાય છે, વડસયં એકસો ચારનો ઉદય હોય છે, અજ્ઞ = અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે, સમ્માળુપુત્રિદેવા = સમ્યક્ત્વમોહનીય અને ચાર આનુપૂર્વી ઉમેરવાથી, વિયસાયા
બીજો કષાય.
૭
***
Jain Education International
=
6)
=
For Private & Personal Use Only
www.jainelibrary.org