________________
કર્મસ્તવ
હવે બીજા ગુણઠાણ કેટલી પ્રકૃતિઓનો ઉદય હોય તે જણાવે છે
सुहूमतिगायवमिच्छं, मिच्छंतं सासणे इगारसयं । निरयाणुपुव्विणुदया, अणथावरइगविगलअंतो ॥ १४ ॥ (सुक्ष्मत्रिकातप-मिथ्यं, मिथ्यान्तं सास्वादन एकादशशतम् । निरयानुपूर्व्यनुदयादनस्थावरैकविकलान्तः)
શબ્દાર્થ- સુદૂમતિ” = સૂક્ષ્મત્રિક, આયવ = આતપનામકર્મ, મિર્જા = મિથ્યાત્વમોહનીય, મિઋતં= મિથ્યાત્વે અંત થાય છે. તેથી, सासणे સાસ્વાદન રૂારસયં એકસો અગિયાર હોય છે, નિરયાળુપુત્રિજીયા= નરકાનુપૂર્વીનો અનુદય હોવાથી ળ = અનંતા
નુબંધી થાવર = સ્થાવરનામકર્મ, રૂ।
=
એકેન્દ્રિયજાતિ અને વિનયંતો
વિકલેન્દ્રિયત્રિકનો અંત થાય છે.
=
=
=
ગાથાર્થ- સૂક્ષ્મત્રિક, આતપ, અને મિથ્યાત્વમોહનીયનો મિથ્યાત્વે અંત થવાથી સાસ્વાદને ૧૧૧ નો ઉદય હોય છે કારણ કે ત્યાં નરકાનુપૂર્વીનો અનુદય હોય છે. તથા અનંતાનુબંધી ૪, સ્થાવર, એકેન્દ્રિયજાતિ, અને વિકલેન્દ્રિયત્રિક એમ ૯ નો સાસ્વાદને અંત થાય છે. ॥ ૧૪ ||
Jain Education International
૯૫
વિવેચન- સૂક્ષ્મત્રિક, આતપ અને મિથ્યાત્વમોહ આ પાંચ પ્રકૃતિઓનો ઉદય સાસ્વાદન ગુણઠાણે સંભવતો નથી. કારણ કે (૧) સૂક્ષ્મનામકર્મનો ઉદય સૂક્ષ્મ એકેન્દ્રિયજીવોને હોય છે. (૨) અપર્યાપ્તનામકર્મનો ઉદય લબ્ધિ અપર્યાપ્તને (સ્વયોગ્ય પર્યાપ્તિઓ અપૂર્ણ રાખીને જ મૃત્યુ પામનારા જીવોને) જ હોય છે. અને (૩) સાધારણ નામકર્મનો ઉદય સાધારણ વનસ્પતિકાય જીવોને જ હોય છે. આ ત્રણે પ્રકારના જીવોમાં સાસ્વાદન ગુણસ્થાનક સંભવતું નથી. કારણ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ ન હોવાથી સાસ્વાદન ન સંભવે અને પારવિક સાસ્વાદન લઇને આવનારા જીવો પણ નિયમા બાદર લબ્ધિ પર્યાપ્તમાં જ ઉત્પન્ન થાય છે જયાં આ ત્રણ પ્રકૃતિઓનો ઉદય નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org