________________
કમસ્તવ
ઉદય અધિકાર હવે ઉદય અને ઉદીરણાની વ્યાખ્યા કહીને ઓથે અને મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય તે જણાવે છે
उदओ विवागवेयणमुदीरणमपत्ति इह दुवीससयं । सतरसय मिच्छे मीससम्मआहारजिणणुदया ॥ १३॥ (उदयो विपाकवेदनमुदीरणमप्राप्त इह द्वाविंशतिशतम् ।
सप्तदशशतं मिथ्यात्वे मिश्रसम्यगाहारकजिनानुदयात्)
શબ્દાર્થ- ૩ = ઉદય વવાય = વિપાકથી વેદવું તે, ૩ીર = ઉદીરણા આપત્તિ = અપ્રાપ્ત-ઉદયમાં ન આવેલ કર્મોને, રૂઢ = અહીં, કુવીરસર્ચ = એકસી બાવીશ પ્રકૃતિઓ, સંતરયં= એકસો સત્તર પ્રવૃતિઓ, fછે = મિથ્યાત્વ ગુણઠાણે, નીમ્ન = મિશ્ર મોહનીય, સમ્યકત્વ મોહનીય, સાદાઈનન = આહારકઢિક, અને જિન નામકર્મનો, અનુયા = અનુદય હોવાથી.
ગાથાર્થ- પૂર્વબદ્ધ કર્મને વિપાકથી વેદવું તે ઉદય, અને ઉદયકાલને ન પામેલા કર્મોને પ્રયત્ન વિશેષથી વહેલાં ભોગવવાં તે ઉદીરણા, ઉદયમાં ઓધે ૧૨૨ પ્રકૃતિઓ છે. તેમાંથી મિશ્ર, સમ્યકત્વમોહનીય, આહારદ્રિક, અને તીર્થકર નામકર્મ એમ પાંચ કર્મનો મિથ્યાત્વે અનુદય હોવાથી ત્યાં ૧૧૭ છે. તે ૧૩ ||
વિવેચન- પૂર્વે બાંધેલાં અને વિપાકકાળને પામેલાં કર્મદલિકોને વિપાકથી (રસોદયથી) ભોગવવાં તે ઉદય કહેવાય છે. જે કર્મ જે ભાવે ફળ આપવા માટે પૂર્વે બાંધ્યું હોય, તે કર્મને તે ફળરૂપે તેનો ઉદયકાળ આવે છતે ભોગવવું તે ઉદય કહેવાય છે. અથવા સંક્રમાદિ દ્વારા પ્રાપ્ત કર્મને પણ રસોઇયથી ભોગવવું તેને પણ ઉદય કહેવાય છે.
જે કર્મનો ઉદયકાળ હજા પાક્યો ન હોય તેને ઉદીરણાકરણ નામના વીર્યવિશેષ વડે ઉદયાવલિકામાં લાવીને વહેલું રસોદયથી ભોગવવું તેને ઉદીરણા કહેવાય છે. ઉદય અને ઉદીરણા એમ બન્નેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org