________________
દ્વિતીય કર્મગ્રંથ
વળી જો સમ્યક્ત્વ ગુણને જિનનામના બંધનું કારણ માનીએ તો ઉપશમ-યોપશમ-જ્ઞાયિકમાંથી કયું સમ્યક્ત્વ જિનનામના બંધનું કારણ હોઇ શકે ? ત્રણમાંનું કોઇ પણ હોય તો ય સર્વ સમ્યક્ત્વીને જિનનામ બંધાતું નથી. તથા ક્ષયોપશમ સમ્યક્ત્વ સાત ગુણસ્થાનક સુધી, ઉપશમ સમ્યક્ત્વ અગિયાર ગુણસ્થાનક સુધી અને ક્ષાયિક સમ્યક્ત્વ ચૌદ ગુણસ્થાનક સુધી હોય છે જ્યારે તીર્થંકરનામકર્મ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી જ બંધાય છે કોઇ પણ સમ્યક્ત્વની સાથે તેનો અવિનાભાવ સંબંધ નથી. માટે ભાવકરુણા રૂપ પ્રશસ્ત કષાય જ બંધહેતુ છે. તે કષાય હાસ્યાદિષટ્કરૂપ છે અને હાસ્યાદિષટ્ક આઠમા સુધી જ છે. જો કે હાસ્યાદિષટ્ક આઠમાના ચરમ સમય સુધી હોય છે. તો પણ બંધહેતુ થાય તેવા છઠ્ઠા ભાગ સુધી જ છે. ત્યારબાદ પ્રલીયમાન હોવાથી અતિ મંદ છે. તેથી બંધ હેતુ બનતા નથી. આવી ભાવ કરૂણા જો આવે તો સમ્યક્ત્વ હોય ત્યારે જ આવે છે અન્યથા આવતી નથી માટે સમ્યક્ત્વને જિનનામના બંધનો હેતુ ઉપચારે કહ્યો છે.
૭૬
એવી જ રીતે શ્રુત અને સંયમ પ્રત્યેનો અદ્વિતીય પક્ષ (રાગ) અર્થાત્ સંયમ યુક્ત પ્રશસ્તકષાય એ જ આહારકદ્વિકના બંધનો હેતુ છે. પરંતુ આવો પ્રશસ્તરાગ સંયમ હોતે છતે જ આવે છે અન્યથા આવતો નથી, માટે ઉપચારે સંયમને આહારકનો બંધહેતુ કહ્યો છે. સુજ્ઞપુરુષોએ આ ચર્ચા સૂક્ષ્મબુદ્ધિથી જાણવી.
તીર્થંકરનામકર્મ અને આહારકટ્રિક આ ત્રણે નામકર્મની પ્રકૃતિઓ છે માટે પ્રથમગુણઠાણે નામકર્મની ૬૭ ને બદલે હવે ૬૪ બંધાય છે. પ્રથમ ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય પુ, દર્શનાવરીય વેદનીય રીતે મોહનીય ૨૬, આયુષ્ય ૪, નામકર્મ ૬૪, ગોત્ર ૨, અને અંતરાય પ, એમ કુલ ૧૧૭ બંધાય છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org