________________
૭૪
દ્વિતીય કર્મગ્રંથ મિથ્યાત્વાદિ ભાવવાળા બને છે તે ભાવકર્મ અને તેનાથી નવાં નવાં કર્મપુદગલાનું જે ગ્રહણ તે દ્રવ્યકર્મ. આમ આ અનાદિથી પરંપરા ચાલે છે. એક કર્મનું બીજા ક્રમમાં પ્રાપ્ત થવું-પલટાવું-રૂપાન્તર થવું તે સંક્રમ કહેવાય છે. માટે મૂળસૂત્રકારે “અભિનવ” શબ્દ લખ્યો છે કે પ્રતિસમયે નવા નવા કર્મોને આ આત્મા જે ગ્રહણ કરે તે બંધ કહેવાય છે.
બંધમાં ઓથે (સામાન્યથી) ૧૨૦ કર્મપ્રકૃતિઓ છે. ચૌદ ગુણસ્થાનકમાંથી કોઇ પણ એક ગુણસ્થાનકને આશ્રયીને જયાં વિવક્ષા નથી. પરંતુ ચોદે ગુણસ્થાનકોમાં મળીને સામાન્યથી કેટલી કર્મપ્રકૃતિઓ બંધાય ? એમ જ્યારે વિચારાય ત્યારે તેને ઓઘ કહેવાય છે. ત્યાં ૧૨૦ પ્રકૃતિઓ છે. જ્ઞાનાવરણીય
આયુષ્યકર્મ દર્શનાવરણીય ૯ નામકર્મ વેદનીય
ગૌત્રકર્મ મોહનીયકર્મ
અંતરાયકર્મ
૭૮=૧૨૦
| ર
છે ”
પેટ ૦ છે જ !
મોહનીય કર્મમાં સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય આ બે ફર્મ મિથ્યાત્વમોહનીયને હણવાથી (મંદરસવાળી કરવાથી) થાય છે. પણ પોતાના સ્વરૂપે બંઘાતી નથી, તેથી બંધમાં ગણાતી નથી. નામકર્મમાં ૫ બંધન અને પ સંઘાતન શરીર સમાન હોવાથી શરીરમાં અંતર્ગત ગણાય છે અને વર્ણાદિ ચારના ઉત્તરભેદો પ-ર-પ-=૨૦ જુદા જુદા ન ગણતાં સામાન્યથી માત્ર વર્ણ-ગંધ-રસ-સ્પર્શ એમ ચાર જ ગણાય છે. એટલે નામકર્મની બંધમાં ૬૭ લેવાય છે. આ વાત કર્મવિપાકમાં સમજાવી છે. એટલે ચોદે ગુણસ્થાનકે થઇને સામાન્યથી (ઘે) આઠ કમની ૧૨૦ પ્રકૃતિ બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org