________________
६८
દ્વિતીય કર્મગ્રંથ આ આયોજિ કાકરણ કર્યા બાદ જો વેદનીયાદિ ત્રણ કર્મો આયુષ્યથી અધિક હોય તો તે ભગવાન કેવલી સમુદ્યાત કરે છે અને જો વેદનીયાદિ ટાણે કમ આયુષ્યની સાથે સમાન લાગે તો કેવલીસમુદ્યાત કરતા નથી. માટે જ શાસ્ત્રમાં કહ્યું છે કે સર્વ કેવલીઓ આયોજિકાકરણ કરે છે પરંતુ કેવલી સમુદ્યાત કોઇક કેવલીભગવંતો કરે છે કોઇક કેવલીભગવંતો કરતા નથી. સમુઘાત કર્યા વિના પણ અનંત કેવલી ભગવંતો મોક્ષે ગયા છે.
પ્રશ્ન- વેદનીયાદિ વધારે હોય તે કેવલીમુદ્દાત કરે, સમાન હોય તે ન કરે, એમ કહ્યું. પરંતુ જે કેવલીઓને વેદનીયાદિ ત્રણ કર્મો આયુષ્યથી હીન (ઓછાં) હોય તેઓ શું કરે ? સમુઘાત કરે કે ન કરે ? કરે તો કયા કર્મોનો કરે ?
ઉત્તર- કોઇ પણ કેવલીભગવન્તને વેદનીયાદિ ત્રણ કર્મો આયુષ્યથી હીન (ઓછાં) હોતાં નથી જ. કારણકે તે ત્રણ કર્મો પ્રતિસમયે બંધાય છે જ્યારે આયુષ્યકર્મ પૂર્વના ભવમાં જ અને તે પણ એક જ વાર બંધાય છે. માટે વેદનીયાદિ કર્મો કદાપિ ઓછાં હોતાં જ નથી માટે સમુદ્રઘાત કરવા-ન કરવાની વાત રહેતી જ નથી.
હવે કેવલીસમુઘાત એટલે શું ? તે સંક્ષેપમાં સમજાવાય છે કે કેવલ- જ્ઞાની ભગવાન્ પોતાના શરીરમાંથી પોતાના આત્માના પ્રદેશોને તૈજસ-કાશ્મણ શરીર સાથે બહાર કાઢી ઉપર-નીચે લોકાકાશના છેડા સુધી સ્વશરીર પ્રમાણ લાકડીના આકારે લંબાવે છે તેને દંડ કહેવાય છે. આ ક્રિયા કરતાં ફક્ત એકસમય થાય છે. ત્યારબાદ બીજા સમયે તે જ દંડમાંથી પૂર્વ-પશ્ચિમ (અથવા ઉત્તર-દક્ષિણ) ચૌદ રાજલોકપ્રમાણ લોકના છેડા સુધી કપાટ (બે કમાડ જેવા આકારે) આત્મપ્રદેશો લંબાવે છે. ત્યારબાદ ત્રીજા સમયે ઉત્તર-દક્ષિણ (અથવા પૂર્વ-પશ્ચિમ) ચૌદ રાજ લોકપ્રમાણ મળ્યાન રૂપે લોકાન્ત સુધી આત્મપ્રદેશો લંબાવે છે. ત્યારબાદ ચોથા સમયે આંતરામાં આત્મપ્રદેશો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org