SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ | દ્વિતીય કર્મગ્રંથ ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી ઘણી વાર જીવ આવ-જા કરે છે. ત્રણે સમ્યકત્વવાળો હોય છે. ભરત-ઐરાવત ક્ષેત્રમાં આ કાળે વધુમાં વધુ એક થી સાત જ ગુણસ્થાનકો છે. છઠું-સાતમું ગુણસ્થાનક મનુષ્યને જ માત્ર હોય છે અને તે પણ સંખ્યાતવર્ષના આયુષ્યવાળા અયુગલિકને જ હોય છે. ચોથાથી પાંચમે, પાંચમાંથી છકે, છઠ્ઠાથી સાતમે વિશુદ્ધિ વધારે વધારે હોય છે એટલે વિશુદ્ધિનો પ્રકર્ષ (વધારો-વધારો) કહેવાય છે અને અશુદ્ધિનો અપ્રકર્ષ (ઘટાડો-ઘટાડા) કહેવાય છે. તેવી જ રીતે સાતમાથી છકે, છઠ્ઠાથી પાંચમે, પાંચમાથી ચોથે, વિશુદ્ધિનો અપ્રકર્ષ અને અવિશુદ્ધિનો પ્રકર્ષ કહેવાય છે. (૮) અપૂર્વકરણ ગુણસ્થાનક આ ગુણસ્થાનકથી શ્રેણી નો પ્રારંભ થાય છે. જેમ એક માળથી બીજે માળે ચડવા માટે ગોઠવેલા પગથીયાંની પંક્તિને શ્રેણી (નીસરણી) કહેવાય છે. તેમ મોહનીયકર્મને ઉપશમાવતો અથવા ક્ષય કરતો આ આત્મા સડસડાટ (વચ્ચે અટક્યા વિના તથા વધુ વિરામ કર્યા વિના) ઉપર-ઉપરના ગુણસ્થાનકોમાં ચડે તેને શ્રેણી કહેવાય છે. આ શ્રેણી બે પ્રકારની છે. આત્મા મોહનીય કર્મને ઉપશમાવતો ચડે તે ઉપશમશ્રેણી અને મોહનીય કર્મનો વિનાશ કરતા જે આત્મા ઉપરઉપરના ગુણસ્થાનકોમાં ચડે તે ક્ષપકશ્રેણી. ઉપશમ-શ્રેણીમાં ચડનાર આત્મા મોહનીયકર્મને ઉપશમાવીને (દબાવીને-અંદર સત્તામાં રાખીને) ચડે છે, એટલે આગળ જઈને અગિયારમા ગુણસ્થાનકથી નિયમો પડે જ છે. જયારે ક્ષપકશ્રેણીમાં ચડનાર, આત્મા મોહનીયકર્મનો વિનાશક હોવાથી ચડ્યા પછી પડતો નથી. માટે ઉપશમશ્રેણીમાં ૮-૯-૧૦-૧૧ માં ગુણસ્થાનકે જઇને ત્યાંથી પડીને ૧૦:-૮-મે આવી જાય છે. કોઈ જીવ છદ્દે અથવા ચોથે અથવા મિથ્યાત્વે પણ આવી જાય છે. પરંતુ ક્ષપકશ્રેણીમાં ચડનાર આત્મા ૮-૯-૧૦-૧૩મે થી ૧૩ મે ચૌદમે જઇને વિરામ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy