________________
કમસ્તવ :
અથવા બીજો ઉત્તર એ છે કે “મૂળમાં જ સર્વ જીવો ગુણમય, છે. ગાઢ મિથ્યાત્વની અવસ્થામાં આ ગુણો ઢંકાયેલા હોવા છતાં અંદર પડેલા તો હોય જ છે. માટે ઉપચારથી ગુણસ્થાનક કહેવાય છે. અને અપુનર્બન્ધકાદિ મંદ મિથ્યાત્વની અવસ્થામાં એ વાસ્તવિક ગુણસ્થાનક બને છે. કારણકે ગુણોનો પ્રાદુર્ભાવ શરૂ થાય છે તથા ઉપર ઉપરના ગુણસ્થાનકની ભૂમિકા તૈયાર થઇ હેવાથી પણ એ ગુણસ્થાનક કહેવાય છે.
. પ્રશ્ન- જો તેવા મિથ્યાદૃષ્ટિમાં “આ મનુષ્ય છે” ઇત્યાદિ જ્ઞાન અવિપરીત (યથાર્થ) છે એમ માનીને તેને ગુણસ્થાનકે કહેવા જેટલી તમે ઉદારતા બતાવો છો તો પછી ખરેખર તેવો અલ્પગુણ યથાર્થ હોવાથી તે અલ્પગુણને આશ્રયી તેને સમ્યગ્દષ્ટિ પણ કહેવો જ જોઇએ કારણકે મનુષ્યાદિની દૃષ્ટિ તો સમ્યગૂ જ છે ને ? * . ઉત્તર- તમારી વાત સત્ય છે પરંતુ આ મનુષ્ય. છે ઇત્યાદિ બાહ્ય-સ્થૂલદષ્ટિને આશ્રયી સમ્યગૃષ્ટિપણું કહેવાતું નથી. એમ જો કહીએ તો સર્વે જીવો સમ્યગ્દષ્ટિ જ થાય. માટે એમ ન કહેતાં જીવઅજીવ-પુણ્ય-પાપ આદિ પરમાત્મા વડે કહેવાયેલાં તત્ત્વો ઉપર સચિને આશ્રયી સમ્યગદૃષ્ટિ. કહેવાય છે. તેવી રુચિ તો આ જીવને છે જ નહી- માટે સમ્યગુદૃષ્ટિ કહેવાતો નથી. તથા “આ સર્વથા મનુષ્ય જ છે” વગેરે એકાન્ત માનતો હોવાથી પણ મિથ્યાદૃષ્ટિ છે. '
પ્રશ્ન- તો પણ ખરેખર ન્યાયની રીતિએ તો આવા જીવને છેવટે મિશ્રદૃષ્ટિ તો કહેવો જ જોઈએ, પણ મિથ્યાષ્ટિ નહીં. કારણકે - જીવ-જીવાદિ તત્ત્વો ઉપર અરુચિ છે અને આ મનુષ્ય છે ઇત્યાદિ
ભૂલવ્યવહારમાં રૂચિ છે. એમ બને હોવાથી મિશ્રદષ્ટિ કહેવો ઉચિત છે. પરંતુ મિથ્યાદૃષ્ટિ કેમ કહેવાય ?
* ઉત્તર- આ વાત બરાબર નથી કારણકે જિનેશ્વર પરમાત્માનાં સર્વ વચનો માન્ય રાખે, પરંતુ જો તેમાંનું એક પદ પણ ન માને તો પણ સર્વજ્ઞ પ્રભુ ઉપર સર્વજ્ઞપણાનો વિશ્વાસ ન હોવાથી મિથ્યાષ્ટિ જ કહેવાય છે, તો આ જીવને તો સર્વજ્ઞકથિત સર્વતત્ત્વ ઉપર અરુચિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org