SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસ્તવ ૧૬૭ આત્મપ્રદેશોની સ્થિરતા છે માટે વ્યરિચ્છન્ન ક્રિયા અપ્રતિપાતી ધ્યાન છે. અને તેરમે આંશિક આત્મપ્રદેશોની સ્થિરતા છે માટે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ધ્યાન છે. (૩૧) પ્રશ્ન- મિથ્યાત્વાદિ ચાર બંધનાં કારણો કહેવાય છે. અને પહેલા ગુણઠાણે જિન નામ તથા આહારકના બંધનો અભાવ છે તેમાં સમ્યકત્વ અને સંયમના અભાવે બંધનો અભાવ કહ્યો છે. તો શું આ બરાબર છે ? ઉત્તર- બંધનાં કારણો મિથ્યાત્વાદિ ચાર (અથવા પ્રમાદ સાથે પાંચ) જે કહ્યાં છે તે બરાબર જ છે. જિનનામ અને આહારકના બંધમાં પણ આ ચાર કારણોમાંનો (પ્રશસ્ત-શુભ વસ્તુઓ પ્રત્યેનો રાગ રૂપ) કષાય જ બંધહેતુ છે પરંતુ આવા પ્રશસ્તરાગાદિ સંયમ તથા સમ્યકત્વ આવે છતે જ હોય છે અન્યથા અપ્રશસ્તરાગાદિ જ હોય છે તેથી જિનનામ તથા આહારકના બંધનો હેતું. સમ્યકત્વ અને સંયમ જે કહ્યો છે, તે ઉપચારથી કહ્યો છે. (૩૨) પ્રશ્ન- ત્રીજે ગુણસ્થાનકે બાકી રહેલાં બે આયુષ્યનો પણ અબંધા કેમ કહ્યો ? ઉત્તર- ત્રીજે ગુણઠાણે જીવ પરભવનું આયુષ્ય બાંધવાનું, મરવાનું, અનંતાનુબંધીના બંધનું અને અનંતાનુબંધીના ઉદયનું કાર્ય કરતો નથી. માટે બાકી રહેલ બે આયુષ્યનો પણ અબંધ કહ્યો છે. (૩૩) પ્રશ્ન- બંધવિચ્છેદ અને અબંધમાં તફાવત શું ? ઉત્તર- જે જે ગુણઠાણે જે જે કર્મોનો બંધ અટકી જાય છે તે ફરીથી આગળના ગુણઠાણે બંધ ન થવાનો હોય તેને બંધવિચ્છેદ કહેવાય છે અને આ વિવક્ષિત ગુણઠાણે ભલે બંધ ન થતો હોય, પરંતુ આગળના ગુણઠાણે બંધ થતો હોય તો તેને અબંધ કહેવાય છે. એવી જ રીતે ઉદયવિચ્છેદ અને અનુદયમાં પણ સમજી લેવું. (૩૪) પ્રશ્ન- આઠમા ગુણસ્થાનકમાં ૫૮-૫૬-અને ૨૬ એમ ત્રણ પ્રકારનો જ બંધ આવે છે તો ત્રણ ભાગ પાડવાને બદલે સાત ભાગ કેમ પાડ્યા ? For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy