________________
૧૪૮
(૪) અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક
અહીં ઉપશમ, ક્ષયોપશમ, તથા ક્ષાયિક એમ ત્રિવિધ સમ્યક્ત્વ હોય છે. ત્યાં ઉપશમ સમ્યક્ત્વવાળાને દર્શનત્રિકનો નિયમા ઉપશમ હોય છે અને અનંતાનુબંધી ૪ નો અનાદિ મિથ્યાત્વી પ્રથમ ઉપશમ પામે ત્યારે ક્ષયોપશમ અને શ્રેણીમાં વિસંયોજના અથવા ઉપશમ હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વીને દર્શન સપ્તકનો નિયમા ક્ષય હોય છે. ક્ષયોપશમ સમ્યક્ત્વવાળો જીવ સમ્યક્ત્વ મોહનીયનો વૈદક જ હોય છે. અનંતાનુબંધીના ક્ષયોપશમવાળો, વિસંયોજનાવાળો, અથવા ક્ષાયિક પામતાં ક્ષયવાળો પણ હોય છે. મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયનો ક્ષયોપશમ અથવા ક્ષય હોય છે. તેથી (૧) ઉપશમવાળાને ૨૮૨૪, ક્ષાયિકવાળાને ૨૧, અને ક્ષયોપશમવાળાને ૨૮/૨૪|૨૩૨૨૨ ની સત્તા હોય છે.
દ્વિતીય કર્મગ્રંથ
નામકર્મમાં ૯૩૯૨૮૯૮૮ એમ ચાર સત્તાસ્થાનક હોઇ શકે છે. સાતમે જઇ આહારક બાંધીને આવનારને તે સત્તામાં હોય, અન્યને ન હોય, સત્તામાં જિનનામ પણ ચોથે સર્વને બંધાતું નથી, જેને બંધાય તેને હોય, અને ન બંધાય તેને ન હોય, તેથી ઉપર મુજબ ચાર સત્તા સંભવે છે.
આયુષ્યકર્મમાં સર્વત્ર વિજાતીય બદ્ધાયુને બે, અને સજાતીય બદ્ધાયુને તથા અબદ્ઘાયુને ફક્ત એક જ આયુષ્યની સત્તા હોય છે. તેથી આઠ કર્મોની સત્તા આ પ્રમાણે બને છે. (જુઓ કોષ્ટક પૃષ્ઠ ૧૨૩૧૨૪૧૨૫)
આ પ્રમાણે ચોથે ગુણઠાણે ૧૩૩ થી ૧૪૬ સુધીનાં ૧૪૩ વિના કુલ ૧૩ સત્તાસ્થાન હોય છે. ક્ષાયિક પામતા જીવો મનુષ્ય જ હોય છે તેને પૂર્વે જુદા જુદા ચારે આયુષ્ય બાંધેલાં હોઇ શકે છે. અથવા અબદ્ધાયુ પણ હોઇ શકે છે. પરંતુ જિનનામની સત્તાવાળાને જો આયુષ્ય બાંધેલું હોય તો દેવ અથવા નરકનું જ બાંધેલું હોય છે. સજાતીય બાંધેલું સંભવતું
નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org