________________
૧૨૫
કર્મસ્તવ નિયતિરિસુર ૩ = નરક-તિર્યંચ અને દેવાયુષ્ય, વિUT = વિના, સત્તર = દર્શનસપ્તક, વિષ્ણુ = વિના, એકતી = એકસો આડત્રીસ, ના = યાવતું, નિયટ્ટી = અનિવૃત્તિકરણ ગુણઠાણાના, પદમમા=પ્રથમભાગ સુધી.
ગાથાર્થ- અથવા આ ચાર ગુણસ્થાનકોમાં ક્ષપકને આશ્રયી નરક-તિર્યંચ અને દેવાયુષ્ય વિના ૧૪પ ની સત્તા હોય છે. અને તેમાંથી દર્શનસપ્તક વિના ૧૩૮ની સત્તા પણ હોય છે. અને તે ૧૩૮ ની સત્તા યાવત્ અનિવૃત્તિના પ્રથમભાગ સુધી હોઈ શકે છે. જે ૨૭
વિવેચન- ક્ષપકશ્રેણીનો પ્રારંભ આઠમા ગુણસ્થાનકથી થાય છે એટલે “ક્ષપક” શબ્દનો વ્યવહાર વાસ્તવિકપણે આઠમાથી જ થાય છે. તો પણ જે જીવ મનુષ્યના ભવમાં છે. દેવ-નરક અને તિર્યંચ સંબંધી ભવો સમાપ્ત કરીને આવેલ છે. ચરમ મનુષ્યનો ભવ જ છે. અને ક્ષાયોપશર્મિક સભ્યત્વવાળો છે, હવે ક્ષાયિકસમ્યકત્વ પામવાનો છે અને પછી અબદ્ધાયુ હોવાથી તુરત જ ક્ષપકશ્રેણી પણ માંડવાનો જ છે. એવા જીવને નજીકના જ કાળમાં ક્ષાયિકસમ્યકત્વ પામી શપક શ્રેણી માંડનાર હોવાથી ચોથા ગુણસ્થાનકથી જ વ્યવહારનયને આશ્રયી ક્ષપક કહેવાય છે. તેવા ક્ષપક જીવને આશ્રયી ૪ થી ૭ ગુણસ્થાનકોમાં દેવ-નરક અને તિર્યંચ આયુષ્ય વિના ૧૪૫ની સત્તા હોય છે. કારણ કે આ ત્રણ આયુષ્યો તે તે ભવમાં પૂર્ણ કરીને આ જીવ અહીં આવેલ છે. અને નવાં આયુષ્યો હવે બાંધવાનાં જ નથી. તે જ ભવે મોક્ષે જવાનું છે માટે. આ પ્રમાણે ક્ષાયોપથમિક સમ્યકત્વી એવા ક્ષેપકને ૪ થી ૭ માં ૧૪પની સત્તા હોય છે. તથા ગાળામાં કે ટીકામાં લખ્યું નથી તો પણ તદ્ભવ મોક્ષગામી મિથ્યાત્વી જીવોને આશ્રયી મરૂદેવા માતાની જેમ સમ્યકત્વ ન પામે ત્યાં સુધી પહેલે ગુણઠાણે પણ ૧૪પની સત્તા સંભવી શકે છે.
તે જ જીવને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં દર્શનસપ્તકનો ક્ષય થવાથી ૧૩૮ની સત્તા પણ ૪ થી ૭ ગુણસ્થાનકમાં તો હોય જ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org