________________
કર્મસ્તવ
૧૨૧ ઉત્તર- જો કે જિનનામ કર્મ બાંધ્યા પછી આ જીવ પહેલા ગુણઠાણે પણ આવતો નથી. પરંતુ અન્તર્મુહૂર્ત કાળ એવો પણ આવે છે કે કોઇક જીવને પહેલા ગુણઠાણે જવું પડે છે. તે સિવાય પહેલા ગુણઠાણે પણ જિનનામની સત્તા નથી હોતી. જે જીવે પ્રથમ મિથ્યાત્વ અવસ્થામાં જ રહીને નરકગતિમાં જવા માટેનું આયુષ્ય કર્મ બાંધી લીધું હોય, ત્યારબાદ ક્ષયોપશમ સમ્યકત્વ પામે, અને ત્યારબાદ અધ્યવસાયોની નિર્મળતા વધતાં તીર્થકર નામકર્મ બાંધે તે જીવને આ મનુષ્યભવનું આયુષ્ય જ્યારે પૂર્ણ થવા આવે અને નરકમાં જવાનો સમય થાય ત્યારે નિયમો સમ્યકત્વ વમીને મિથ્યાત્વે જવું જ પડે છે. કારણકે ક્ષયોપશમ સમ્યકત્વ હોતે છતે નરકમાં જવાતું નથી. આ જીવ નરકમાં ગયા પછી સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા બાદ પુનઃ ક્ષયોપશમ સમ્યકત્વ પામી જાય છે. તેથી નરકમાં જતાં પહેલાં અન્તર્મુહૂર્ત અને નરકમાં ગયા પછી અન્તર્મુહૂર્ત એમ (બન્ને અન્તર્મુહૂર્ત સાથે મળીને પણ મોટા એક) અંતર્મુહૂર્તકાળ પ્રમાણ પહેલા ગુણઠાણે જિનનામકર્મની સત્તા હોય છે. તે સિવાય પહેલા ગુણઠાણે પણ નિનામકર્મની સત્તા કદાપિ હોતી નથી.
પ્રશ્ન- ઉપર ૧ થી ૧૧ ગુણસ્થાનકોમાં ૧૪૮ની અને બીજે ત્રીજે ૧૪૭ની સત્તા તમે કહી. પરંતુ નરક-તિર્યંચાયુષ્યની સત્તા ૮ થી ૧૧ ગુણસ્થાનકમાં કેમ હોઈ શકે ? કારણકે તે તે ગતિમાં માત્ર ચાર અને પાંચ જ ગુણસ્થાનકો છે. માટે નરકગતિ અને તિર્યંચ ગતિમાં તો ૮ થી ૧૧ ગુણસ્થાનક આવી શકે તેમ નથી. અને કોઈ મનુષ્યના જીવે નરક અથવા તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય તો વધુમાં વધુ સાત ગુણસ્થાનક સુધી જ તે જીવ જઇ શકે છે. કારણકે ઉપશમશ્રેણીમાં જો કાળ કરે તો નિયમા દેવલોકમાં જ જાય છે. માટે દેવાયુષ્ય જ સત્તામાં હોય છે. જો નરક અને તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી ૮ થી ૧૧ માં ચડાતું હોય તો ત્યાં મૃત્યુ પામનાર નરક-તિર્યંચમાં પણ જુવો જોઇએ અને જતો નથી. માટે આ બું આયુષ્યની સત્તા ત્યાં નથી. અને ઉદયમાં મનુષ્યાયુષ્ય
Jain Education International
For Private & Personat Use Only
www.jainelibrary.org