________________
48988 SR SS SS 292(14) 88 89 90 35 82333228 પ્રથમ વિભાગના થોડા નિયમ લઈ અભ્યાસ પાડે અને બોજા વિભાગમાંથી પણ નિયમો લઈ શકાય છે
બીજા વિભાગના નિયમો
(આરાધનામાં આગળ વધવા માટે) (૧) આત્માને સ્વભાવ અણાહારી છે તે મેળવવા દરરોજ નવકારશી કરવી,
(તપોધની આરાધના માટે શ્રેણી નંબર ૯ વાંચો) (૨) ચિત્તની પ્રસન્નતા મેળવવા દરરોજ પૂજા કરવી. (૩) મુનિ જીવનના અભ્યાસ માટે દર મહિને ઓછામાં ઓછા પાંચ સામાયિક કરવા
(સામાયિક સમજણપૂર્વક કરવા માટે શ્રેણી ન બર આઠ વાંચવી) (૪) સંયમી જીવન આપણને સુલભ થાય તે માટે સાધુ ભગવંતને અથવા તેમના ફેટાને
વંદન કરવું તેમજ તેમની ભક્તિ કરવી. (૫) સ સારના જન્મ, જરા, મરણના ફેરામાંથી છૂટવા પ્રભુના વચન સાંભળવા
રવિવાર અથવા રજાના દિવસેમી વ્યાખ્યાનમાં જવું (૬) અનાદિની આહાર સત્તા વગેરે દુર કરવા પાંચ તિથિ-પિરસી-બેસણું
એકાસનાદિ તપ કરવું, (૭) ચિત્તની એકાગ્રતા માટે દરરોજ બાંધા પારાની નવકારવાળી ગણવી. (૮) અનંતજીવોને અભયદાન આપવા અને વિચાર શુ દ્ધ માટે કંદમૂળ, બટાટા, આદુ, વગેરે વાપરવા નહિ.
(વધુ માટે ૨૨ અભક્ષ્યોની સમજણની શ્રેણી નંબર ૩ વાંચે) (૯) બેઈદ્રિય જીવોની રક્ષા માટે વાસી ભોજન અને વિદળ વાપરવું નહિ.
(શ્રેણી નંબર ૩ વાંચો.) (ગરમ કર્યા વગરના દુધ, દહીં, છાસ સાથે કઠોળ અને તેની બનાવટને વિદળ કહેવાય છે
ગરમ કરેલ હોય તે કઠોળ વગેરે વપરાય.) (૧) મનના વિચારોને ભ્રષ્ટ કરનાર સિનેમા, નાટક ટી.વી. જેવા નહિ અથવા
ન છૂટકે ૨૫ થી વધુ જોવા નહિ. (૧૧) શરીરના આરોગ્ય તેમજ અસંખ્યાતા જીવોની રક્ષા માટે સેડા, લેમન,
બરફ, આઈસ્ક્રિમ વગેરે અભક્ષ્ય વસ્તુઓ વાપરવી નહિ (૧૨) અસંખ્ય વનસ્પતિઓ વાપરવાની નથી તો તેમાંથી પ-૧૦-૨૫ વનસ્પતિની
છૂટ રાખી બાકીનાને અભયદાન આપવું, (૧૩) દુનિયાના પાપોની ભાગીદારીમાંથી છૂટવા ભારત બહાર જવું નહિ. (૧૪) દ્રવ્ય ને ભાવ આરોગ્ય જાળવવા માટે બજારની વસ્તુ વાપરવી નહિ. (૧૫) સમૂર્ણિમ જીવોની રક્ષા માટે જમતાં છાંડવું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org