________________
૫૮] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ પાશ્વનાથનું મોટું જિનાલય છે. તેની જગઆ. શ્રી હીરવિજયસૂરિએ સં. ૧૬૪૦માં પ્રતિષ્ઠા કરી હતી.
મહ૦ શ્રી ભાનુચંદ્રગણીના ઉપદેશથી શ્રીસંઘે તેને વિશાળ બનાવ્યું હતું. આ મંદિરના ખર્ચ માટે બાદશાહે રોશન મહેલે ભેટ આપ્યો હતો, જે પછીથી ધીમે ધીમે શ્રીસંઘના હાથમાંથી છૂટી ગયે.
(૨) બાદશાહ જહાંગીરના માનીતા સંઘવી ચંદ્રપાલે બંધાવેલું ભગ- શ્રી શાંતિનાથનું ચૌમુખજીનું મંદિર તથા શ્રી અષ્ટાપદજીનું મંદિર, જેની પ્રતિષ્ઠા મહોત્ર શ્રી વિવેકહર્ષગણીએ કરી હતી.
આ મંદિરના ચોકમાં વેતાંબર આચાર્ય પ્રતિષ્ઠિત ભગ. શ્રી શિતળનાથની શ્યામરંગી પ્રાચીન ભવ્ય પ્રતિમા છે – પં. શ્રી કુશળવિજયગણીએ સં. ૧૮૧૦માં આ પ્રતિમાને અહીં સ્થાપન કરી છે. તેનો શિલાલેખ ચાકની દીવાલમાં ચોડેલો છે. જૈન-જૈનેતર સી આ પ્રતિમાનાં દર્શન કરે છે. તેની પૂજા કરવાનો હક માત્ર વેતાંબર જેનોને છે.
બહાર ચાકમાં ભગત શ્રી પાર્શ્વનાથની પ્રતિમા તથા જગદગુરુ શ્રી. વિજયહીરસૂરિની પ્રતિમા બિરાજમાન છે.
(૩) શ્રી. હીરાનંદ મૂકીને બંધાવેલ શ્રી. સિમંધરસ્વામીનું મંદિર છે. તેમાં મૂળનાયક તરીકે શ્રી ચંદ્રાનન ભગવાનની પ્રતિમા છે.
(૪) તગા બજારમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથનું મંદિર છે.
(૫) મોતી કટરામાં શ્રી વાસુપૂજ્ય ભ૦ નું મંદિર છે, જે સં. ૧૭૫૦ પહેલાં બંધાયેલું છે.
(૬) નમક મંડીમાં ભગવ શ્રી. શાંતિનાથનું મંદિર છે.
(૭) મેતી કટરામાં ભગ, ગેડી પાશ્વનાથનું વિશાળ મંદિર છે, જે શ્રી વેદ બંધાવ્યું છે.
(૮) શ્રી ચંદ્રપ્રભ ભગવાનનું મંદિર. (૯) શ્રી સુવિધિનાથનું મંદિર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org