________________
૧૮]
જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ ૧૬૧૩માં મોરબીનગરમાં પોતાના અલગ સ્વતંત્ર ગચ્છની સ્થાપના કરી.
(–રિવંશાવલી, વિવિધ ગચ્છપટ્ટાવલી સંગ્રહ, પ૦ ૨૨૨) તે પછી આ. વિજ્યરાજસૂરિ અને બીજા ગચ્છનાયક આવે વિજયહીરસૂરિ બનવાથી અને પિતાની એ પ્રકારની મહત્તા ઘટવાથી સં. ૧૬૧૩માં ગુરુદેવ ભટ્ટાવિજયદાનસૂરિ પાસે ગયા.
તેમણે બારેજાની ગાદી વગેરેને પરિગ્રહ અને શિથિલાચાર વગેરેને ત્યાગ કરી, ગુરુદેવની પાસે પ્રાયશ્ચિત્ત સ્વીકારી શુદ્ધ જીવન બનાવ્યું.
આથી ભટ્ટા. વિજ્યદાનસૂરિએ તેમને આચાર્યપદે તે કાયમ રાખ્યા પણ ગચ્છનાયક તરીકે તેમને સ્થાપન ન કર્યા.
વિજ્યરાજસૂરિ મેટા હતા અને આ વિજયહીરસૂરિ નાના હતા, છતાં તેઓ આ. વિજયહીરસૂરિ પ્રતિ ઘણે સદ્ભાવ રાખતા હતો.
જો કે તેમની ભટ્ટારક પરંપરા તપાર–શાખા તરીકે ચાલુ રહી હતી, પરંતુ ગ્રંથપ્રશસ્તિઓથી જાણવા મળે છે કે –
તેમના શિષ્યો અને શિષ્ય પરંપરાના ઉપાટ રામવિજય ગણું, ઉપા. દેવવિજયગણું વગેરે ગીતાર્થો તપાગચ્છના આ૦ વિજયહીરસૂરિ, આ૦ વિજયસેનસૂરિ અને આ. વિજયદેવસૂરિ વગેરેની આજ્ઞા માનતા હતા.
(– શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા. ૨, પ્ર૦ ૪૯, ૫૦૦, ૫૫૭, ૨૬, ૬૯૪).
સ્વર્ગવાસ – ભટ્ટા, વિજયરાજસૂરિ સં. ૧૬૧૪માં ઝીંઝુવાડામાં કાળધર્મ પામી રવગે ગયા. તેમનાથી તપાગચ્છમાં છઠ્ઠી તપારનશાખા નીકળી હતી.
( જુએ પ્રક. ૧, પૃ. ૩૬ થી ૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org