________________
૧૬] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ પરિચય –
કાકરદેશના તીરવાડા (તેરવાડા ગામમાં શેઠ દેવદત્ત શ્રીમાળીની પત્ની દેવતદેએ સં. ૧૫૬૪માં એક બાળકને જન્મ આપ્યો. તેનું નામ રામકુમાર રાખ્યું.
દ્વિવંદનીક શાખાના ભટ્ટારક (૧) દેવગુપ્તસૂરિએ તેને સંતુ ૧૫૧૭માં દીક્ષા આપી મુનિ જીવકલશ નામે પોતાને શિષ્ય બનાવ્યા તેમજ તેને સં. ૧૫૭૪માં ઉમરેઠમાં આચાર્ય બનાવી ભટ્ટા કકકસૂરિ નામ આપી પોતાની પાટે ભટ્ટારક બનાવી સ્થાપન કર્યો. તેમનાં બીજા નામે કેકેજી અને ભટ્ટા, સર્વદેવસૂરિ પણ મળે છે.
ભટ્ટાકક્કસૂરિ ઉમરેઠની ગાદીએ બેઠા હતા. તેઓ ઉમરેઠ અને બારેજામાં રહેતા હતા.
તેઓ બાલદીક્ષિત હોવાથી બુદ્ધિમાન, વિદ્વાન, બેલવામાં ચતુર, સંવેગી, વાદી અને ચમત્કારી હતા. બાલ બ્રહ્મચારી હતા. સર્વ જાતના સચિત્તના ત્યાગી હતા. હમેશાં રાતના ચઉવિહાર કરતા હતા અને બરાબર એકાંતરે ઉપવાસ કરતા હતા. બારેજામાં વધુ સમય રહેતા. તેમણે ચઉદશ-પૂનમના શાસ્ત્રાર્થમાં ચદશની પાખી થાપી હતી.
પોતે ત્યાગી હતા અને ત્યાગી પ્રતિ પ્રેમવાળા હતા. મોટા વૈરાગી અને તપસ્વી હતા. જ્યોતિષ, વૈદ્યક અને મંત્ર-તંત્રના જાણકાર હતા. અમેઘ વ્યાખ્યાતા હતા.
કવિબહાદુર દીપવિજયજી લખે છે કે, “તેઓ હમેશાં નિરંતર સૂરિમંત્રનો જાપ કરતા હતા, આથી તેમની તરપણમાં કામધેનુ પ્રગટી હતી.”
(– સોહમકુલપટ્ટાવેલી ઉ૯લાસ ૪, ઢાળ ૪૪, કડી ૧૩) ગુજરાતને બાદશાહ મહમ્મદખાન (સં. ૧૫૯૪થી ૧૬૧૦) ચમત્કાર દેખી તેમને બહુ માનતો હતો. આથી જ બાદશાહે તેમને રાજવલભસૂરિ' એવું માનવંતું બિરુદ અર્પણ કર્યું હતું.
અગાઉ જણાવ્યા મુજબ કક્કસૂરિ–રાજવલ્લભસૂરિ આવે વિજયદાનસૂરિના ઉપદેશથી સં. ૧૫૮૪માં સંવેગી દીક્ષા લઈ આવે વિજયરાજસૂરિ બન્યા હતા અને તપાગચ્છના ૫૮મા ભટ્ટારક થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org