________________
સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ
[૧૩ તાસ પાટ પરંપર તપાગર છે સૌભાગ્યસૂરિ ગણધાર એક
તાસ શિષ્ય લક્ષમીસૂરિ પભણે સંઘને જય જયકાર એ. 1 એટલે કે ભટ્ટા, વિજયદાનસૂરિએ ભ૦ મહાવીરસવામી વગેરે તીર્થકરોની લગભગ અઢી લાખ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. ગુરનામ–મંત્રપ્રભાવ –
યક્ષરાજ મણિભદ્ર મહાવીર ભટ્ટા, વિજયદાનસૂરિ ઉપર પ્રસન્ન હતા. તેણે ભટ્ટારકજીને જણાવ્યું કે, “આપ પોતાની પાટે વિજયશાખાવાળા આચાર્ય બનાવજે.” આથી જ તેમણે પોતાની પાટે (૧) વિજયરાજસૂરિ અને (૨) વિજયહીરસૂરિ–એમ બે આચાર્યો બનાવ્યા હતા.
એક જૈન બાલિકા એક દિવસે અકસ્માત સમુદ્રમાં પડી. તેણે પડતી વખતે શબ્દો ઉચ્ચાર્યા કે, “મને ગુરુદેવ વિજ્યદાનસૂરિનું શરણ હજો.” બસ, ક્ષણવારમાં તે બાલિકા પાણી ઉપર તરી આવી. શાસનદેવે તે બાલિકાને આબાદ બચાવી લીધી. આ રીતે “વિજયદાનસૂરિ ” એ નામ “મહામંત્ર જેવું મનાતું હતું. ૨
મહોકીર્તિવિજય ગણિવર રવાનુભવ જણાવે છે કે – तदनु विजयदानः सूरिरीसीदसीमा -
ज्ज्वल-महिमनिधीन सर्वसाधुप्रधानम् । त्रिदश इह यद ध्रिद्वन्द्वभक्तां पयोधे
र्वहनविलय विलग्नां श्री विमामुद्दधार । (– સં. ૧૬૯૦ મહ૦ કીતિ વિજયગણુકૃત “વિચારરત્નાકર
પ્રશસ્તિ ' શ્લો૦ ૮, – પ્રક. ૫૫, ) સ્વર્ગગમન
ભટ્ટા. વિજયદાનસૂરીશ્વરજી સં૦ ૧૬૨૧-રરમાં ગુજરાતના પાટણ પાસેના વડલી ગામમાં અંતિમ આરાધના કરી કાળધર્મ પામી સ્વર્ગે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org