SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ અંગ્રેજ રાજ્ય અને નગરશેઠને માનવપ્રેમ અંગ્રેજોએ સં. ૧૮૩૬ના મહા સુદિ ૧૧ની સવારે અમદાવાદમાં પોતાનું રાજ્ય સ્થાપન કર્યું. અંગ્રેજ સેનાના જનરલ ગાર્ડને અમીર ઉદ્દૌલાને સાથે રાખી અમદાવાદ ઉપર સવારી કરવા માટે ભીખનના ટેકરા ઉપર પડાવ નાખ્યો ત્યારે અમદાવાદમાં સરસૂબા પેશવાનો પંડિત બાપુજી હતો. તેણે અમદાવાદના દરવાજા બંધ કરાવ્યા, અંગ્રેજ સેનાએ સુદિ ૮, ૯, ૧૦ એમ લાગલગટ ત્રણ દિવસ સુધી અમદાવાદના કિલ્લા ઉપર તેપને મારો ચલાવ્યો. અંગ્રેજ સેનાના કર્નલ હીટલીએ મહા સુદિ ૧૧ની સવારે અમદાવાદમાં પ્રવેશ કર્યો. કર્નલ હીટલીએ પિતાની સેનાને અમદાવાદને ત્રણ દિવસ સુધી લૂંટવાને હુકમ કર્યો. ત્યારે નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વંશજ નથુશાહ ખુશાલચંદ અમદાવાદના નગરશેઠ હતા. તે તથા કાજી શેખ મહમ્મદસાલે દીવાન અને મિયાં મિરઝાએ જનરલ ગાર્ડન પાસે જઈ તેને અમદાવાદને લૂંટવાને હુકમ પાછો ખેંચી લેવા સમજાવ્યું. જનરલ નગરશેઠની વાત સમજાવવાની રીતભાત અને જનતા પ્રત્યેનો પ્રેમ જોઈ પ્રભાવિત થયો. વળી તેમણે ભટણામાં મૂકેલી મોટી રકમ જોઈ ખુશ થઈને (જુલસી સન્ ૨૨, હીજરી સન્ ૧૧૯૪,) સં. ૧૮૩૬ના મહા સુદિ ૧૩ તા. ૧૭–૨-- ૧૭૮૦ના રોજ અમદાવાદને લૂંટવાને હુકમ પાછા ખેંચી લીધો અને શાંતિને ઢંઢેરો પિટાવ્યો. આથી જનરલ ગાર્ડન અને અમદાવાદની જનતામાં આનંદ આનંદ પ્રવર્યો. પછી તો અંગ્રેજ સરકાર અને અમદાવાદની જનતાએ અમદાવાદની થતી આવકમાંથી ચોથા ભાગની રકમ નગરશેઠ નથુશાહ ખુશાલચંદના વંશવજેને આપવાનો કાયમ લેખ કરી આપ્યો. (–ગુજરાતનું પાટનગર અમદાવાદ પ્ર. ૧૩, પૃ૦ ૧૪૭, પ્રક૪૪, ફ. ને ૨૮ ) સંઘપતિ શેઠ વોરા ડોસાને પરિવાર– લીંબડીમાં વોરા રવજી પોરવાડના વંશમાં અનુક્રમે ૧, રવજી, ૨. દેવીચંદ, ૩. ડોસાભાઈ, ૪. જેઠમલ અને પ. જેરાજ થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy