________________
બાસઠમું ] પં. સત્યવિજય ગણવર
[ ક ૨૭ આથી ભ૦ વિજયદેવસૂરિએ ગીતાર્થોની તથા સંઘના આગેવાનની સમ્મતિ મેળવી.
સં. ૧૭૧૦ના વેસુ૧૦ને શુકવારે ગંધાર બદરમાં ભ૦ મહાવીર સ્વામીના જિનપ્રાસાદ પાસેના મંડપમાં વિવિધ નગરોના સંઘની હાજરીમાં ૫૦ વીરવિજયગણુને આચાર્યપદ આપી તેમનું વિજયપ્રભસૂરિ નામ રાખવામાં આવ્યું.
તે પછી સં. ૧૭૧૨ના માગશર મહિનામાં અમદાવાદમાં આ. વિજયપ્રભસૂરિને ભટ્ટારકપદ આપવામાં આવ્યું અને આ વિજયદેવસૂરિએ તેમને પોતાની પાટે સ્થાપન કરી તેમને ગ૭નાયક તરીકે જાહેર કર્યા.
શ્રી આચારજ પૂછીને, કરૂં કિયા ઉદ્ધાર;
નિજ આતમ સાધન કરૂં, બહુને કરૂં ઉપગાર.” પછી પં. સત્યવિજયગણિવરે સં. ૧૭૧૧ના મ. સુ. ૧૩ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં ભવ્ય વિજયદેવસૂરિની આજ્ઞા મેળવી ભ૦ વિજયસિંહસૂરિએ નકકી કરેલી યોજના મુજબ ભ૦ વિજયદેવસૂરિની નિશ્રાની પ્રધાનતા રાખી ક્રિયા દ્વાર, સંગીપણું સ્વીકાર્યું.
તેઓ તપાગચ્છના વિજયદેવસૂરિ સંઘમાં જ રહ્યા. એ વખતે પં. સત્યવિજયગણી, મહ૦ વિનયવિજયગણી, મહ૦ યશોવિજયગણી અને ઋષિ ઋદ્ધિવિમલ ગણી વગેરે ૧૮ મુનિવરો અને શેહાના શેઠ જેવંત પોરવાડ (પં. શુભવિજયગણની ગૃહસ્થપણાની બેન સહજ) તે સાધ્વી લાભશ્રાની શિષ્યા સાવ સહજશ્રી વગેરે ઘણી સાધ્વીઓએ ક્રિોદ્ધાર કરી સંવેગી મુનિપણું સ્વીકાર્યું હતું.
યોજના – ભવ્ય વિજયસિંહસૂરિએ જાહેર કર્યું હતું કે આપણે સૌ ઘરબાર છેડી આવ્યા છીએ તે હવે જેને જેને ખરેખર તે મેહ છોડીને જીવનમાં ત્યાગને આદશ વણી લેવા ત્રણ યોગે ઉત્કટ ભાવના હોય તે કિયોદ્ધાર કરીને સંવેગી મુનિ બને અને જેને આ વિલાસ ન હોય તે યતિ બની રહે, પણ મુનિ તથા યતિ સૌએ ગચ્છનાયકની આજ્ઞા પાળવાની છે, આપસ આપસમાં હળીમળીને રહેવાનું છે અને ધર્મની પ્રભાવનામાં એકબીજાના પૂરક બની રહેવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org