________________
૨૯૬ ] જૈન પરંપરાને ઈતિહાસ
[[પ્રકરણ તેઓ જૈનધર્મની સેવામાં જ મસ્ત હતા. તેમને વિહાર અને ધર્મકાર્યોની નેધ–
ભ૦ વિજ્યસેનસૂરિના પટ્ટધર ભ૦ વિજયદેવસૂરિએ સં. ૧૯૧૩ના પોષ વદિ ૫ ને શુક્રવારે પાટણના મણિયાતી પાડામાં ઉજમચંદ, મૂલચંદ, લલ્લચંદ અને મગનચંદના ઘરદેરાસરમાં પાટણના વીશાશ્રીમાલી શા. ધનજીની પત્ની ચરણના પુત્ર શા૦ સંતોષીએ બનાવેલ ભ૦ ઋષભદેવની સ્ફટિકની જિન પ્રતિમાના પરિકરની પ્રતિષ્ઠા કરી હતી. (આ ઘર દેરાસરમાં સુંદર કારણે કરેલી છે.)
(- પ્રા. જે. લેભા. ૨, લેખાંકઃ પ૩૨) આચાર્યશ્રીએ આ ઉત્સવમાં ૫૦ કનકવિજયજીને ઉપાધ્યાય પદવી અર્પણ કરી.
મહાતપા – આ. વિજયદેવસૂરિ સં. ૧૯૭૩માં ખંભાતમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા પણ બા, જહાંગીરના આમંત્રણથી તેઓ માંડવગઢ પધાર્યા. બાદશાહે આચાર્યશ્રીની જીવનચર્યા જોઈ—જાણીને તેમને ત્યાં મહાતપાનું બિરુદ આપ્યું.
ભ૦ વિજયદેવસૂરિએ સં૦ ૧૬૭૪ના મવ. ૧ ને ગુરૂવારે પુષ્યનક્ષત્રમાં નાડલાઈ તીર્થમાં ભ૦ આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
(– પ્રાજે. ભા. ૨, લે, લેખાંકઃ ૩૩૭) ભ૦ વિજયદેવસૂરિએ અને પં. કુશલસાગરગણીઓ સં. ૧૬૭૫ના મહાસુ. ૪ને શનિવારે આરાસણ તીર્થમાં ભ૦ નેમિનાથ જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા કરી.
ભવ્ય વિજયદેવસૂરિ તથા પં૦ કુશલસાગરણીએ સં. ૧૬૭પના મ. સુ. ૪ ને શનિવારે આરાસણ તીર્થમાં અમદાવાદના વીશા શ્રીમાલી શા રંગની પત્ની કીલાટી, તેના પુત્ર લહુઆ, તેના પુત્ર મનિયા, તેના પુત્ર હીરજીએ ભરાવેલી ભ૦ આદિનાથની જિનપ્રતિમાની તેમજ ભ૦ પાર્શ્વનાથની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
(– પ્રા. જે. લેભા. ૨, ૯૦ ૭૭, ૨૯૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org