________________
૨૮૬ ] જૈન પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ તે જ ગુ. આ હીરવિજયસૂરિ, આ. વિજયસેનસૂરિ અને આ વિજયદેવસૂરિને શ્રાવક હતો. બાદશાહ જહાંગીર તેને પરિચય આપે છે કે, ચંદુ સંઘવી છે. તેના પિતાનું નામ... છે. દાદાનું નામ વરજી છે. તે આગરાને વતની છે. સેવાનો ઉપાસક છે. તેનું કપાલ પહોળું છે. ભવાં પહોળાં છે. ઘેટાના જેવી આંખે છે. રંગે તે શ્યામ છે. તેની દાઢી મુંડેલી છે. તેના મોં પર શીતળાનાં ચાઠાં છે. તેના બંને કાનમાં ઘણા છેદ પડેલા છે. તેની ઊંચાઈ મધ્યમ કદની છે. તેની ઉંમર ૬૦ વર્ષની છે.
તેણે પહેલાં એકવાર ઈલાહી સન્ ૧૦, ઈલાહી મહિને અમરદાદ, અફેંદા, હીજરીસન્ ૧૦૨૪ રજબે ઉલપુરજબ તા.૧૧મી ગુરુવારે બાદશાહને વિનંતી કરી હતી. વળી, તેણે ઈલાહી વર્ષ ૧૮ના રજબ મહિનાની ૨૧મી તારીખે બાદશાહના ચરણમાં રત્નજડિત વીંટીનું નજરાણું ધર્યું હતું અને પછી તેણે માગણી કરી હતા કે, “અમારા ગુરુદેવ આ. વિજયસેનસૂરિ સં. ૧૬૭૧ ના જેવ ના રોજ ખંભાત પાસે વીસ પરગણાના મહમ્મદપુરામાં કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા છે તેમના અગ્નિસંસ્કારના સ્થાને સમાધિમંદિર બનાવવું છે. ત્યાં બાગ બનાવવો છે. દરસાલા મેળા ભરી શકાય એવો પ્રબંધ ગોઠવવો છે. ખંભાતના મહમુદપુરાની તે જમીન આ સેવકને ભેટ રૂપે મળે એ હુકમ કરી તેનું ફરમાન આ સેવકને આપવા મહેરબાની કરવી જોઈએ.”
તેની આ વિનંતીને ધ્યાનમાં લઈ બાદશાહે તા. ૧૭ રજબઉલમુજબ, હિજરીસન ૧૦૨૪, ઈ.સ. ૧૬૧૫ (વિ.સં. ૧૬૭૧)ના રોજ બાદશાહી ફરમાન આપવામાં આવે છે કે –
સંઘવી ચંદુના ગુરુ સદ્દગત આ. વિજયસેનસૂરિના અગ્નિસંસ્કારને સ્થાને તેમના સન્માનની યાદગીરી માટે મંદિર, મેળા, બાગબગીચા બનાવવા માટે અકબરપુરામાં 1 વીઘા જમીન કાયમને માટે ભેટ આપવામાં આવે છે.
વિશેષ સૂચના એ છે કે, કેઈએ આ હુકમને તોડવો નહીં. તે જમીન માપીને ચંદુ સંઘવીને સેપી દેવી, તેમાં કોઈ એ બીજી કઈ જાતની દખલ કરવી નહીં. તેના બદલામાં કંઈ રકમ માગવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org