SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણસાઈઠ] ભટ્ટારક વિજયસેનસૂરિ [૨૮૫ ત્યાંના રાજા ધીરસિંહ ભારીએ સં. ૧૧૯૬ પછી સહસ્ત્રફણા પાર્શ્વનાથનો જિનપ્રાસાદ બંધાવેલો તેનો આ થિરશાહે જીર્ણોદ્ધાર કરાવ્યું. તેમાં મેટી જિનપ્રતિમાઓ સ્થાપના કરી. તેની બે પત્નીઓ અને બે પુત્રોના શ્રેય માટે ચાર દેરી બનાવી. અને આ જિનરાજસૂરિના હાથે સં. ૧૯૭પમાં પ્રતિષ્ઠા કરાવી. નવરત્નોની જિનપ્રતિમાઓ કરાવી. ગ્રંથભંડારો સ્થાપન કર્યા. કરોડો રૂપિયાનો પુણ્યકાર્યમાં ખર્ચ કર્યો. સં. ૧૬૮૨માં શંત્રુજયતીર્થને છરી પાળ યાત્રા સંઘ કાઢો. તેણે બાદશાહ અકબરને ૯ હાથી અને પ૦૦ ઘેડા આપ્યા. અકબરે તેને રાયજાદાનો ખિતાબ આપી બહુમાન કર્યું, તેના વંશજો રાય ભણશાલી કહેવાય છે. ભણશાલીને અર્થ ભાંડશાલી – વાસણના વેપારી એ થાય છે. (– જૈન સાહિત્યસંશોધક ખંડ : ૧, અંક: ૩, પૃ. ૧-૧૭) સંઘવી એક ફિરોજશાહ – તે આગરા પાસેના ફિરોજાબાદનો વતની હતો. ધનાઢય, બુદ્ધિશાળી અને ચતુર જૈન હતો. જટ ગુઆ હીરવિજયસૂરિને ભક્ત હતા. સં. ૧૬૪૦માં હીરવિજયસૂરિ ફિરોજાબાદ પધાર્યા ત્યારે અકશેઠની ઉંમર ૧૬ વર્ષની હતી છતાં ત્યારે પણ એમની આંખમાં ચમક હતી. દાંતમાં યુવાનની મજબૂતાઈ હતી. તેના શરીરને બાંધો મજબૂત હતો. તેણે પોતાની હયાતીમાં પોતાના કુટુંબના પા પાઘડીબંધ પુરુષોને જોયા હતા. તેના કુટુંબને પરિવાર ઘણે વિશાળ હતે. ચંદુ સંઘવી – તેનું પૂરું નામ સંઘવી ચંદ્રપાલ મળે છે. તે આગરાનો વતની હતા. રાજમાન્ય હતો. બાદશાહ અકબર તથા બાદશાહ જહાંગીરનો માનીતો હતો. બાદશાહ જહાંગીર જ્યાં જાય ત્યાં તેને સાથે લઈ જતો. ૧. અમે ઈ. સ. ૧૯૩૨-૩૩માં નાથનગરથી ચંપાપુરી જતા હતા. ત્યારે રસ્તામાં અમને ભારતને પ્રસિદ્ધ ઐતિહાસિક નરવીર નાના ફડનવીસ મળ્યો હતો. તેના કહેવા પ્રમાણે ત્યારે તેની ઉંમર ૧૨૨ વર્ષની હતી. તેણે અમને પાસેના કબ્રસ્તાનમાં લઈ જઈ બહુમાનથી બેસાડી ઈ.સ. ૧૮૫૭ના બળવાને ઇતિહાસ કહી સંભળાવ્યો હતો. ત્યારે તેનું શરીર યુદ્ધ છતાં બાંધી દડીનું ડીંગણું હતું. રૂપાળું હતું. તેની આંખ અને દાંતની પંક્તિ સાબૂત હતી. આંખ ચમકદાર હતી. બુદ્ધ સતેજ હતી. તેના કહેવા પ્રમાણે તેને જન્મ ઈ.સ. ૧૮૧૦માં થયો હતો અને બળવાના સમયે તેની ઉમર ૪૮ વર્ષની હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy