________________
ઓગણસાઈઠ] ભટ્ટાર વિજયસેનસૂરિ
[૨૭૩ રામજી ગંધારિયાએ તળાજા તીર્થ અને ગીરનાર તીર્થના મેટા જીર્ણોદ્ધાર કરાવ્યા હતા.
શેઠ રામજી આ૦ વિજયદાનસૂરિ અને આ વિજયહીરસૂરિને ગંધાર બંદરમાં પધરાવવા વારંવાર વિનંતી કરતો હતો.
આ. વિજયહીરસૂરિએ સં. ૧૬૩૭માં ખંભાતમાં ચોમાસું કર્યું. સં. ૧૬૩૮ના મા. સુ ૧૩ના રોજ ખંભાતમાં સં૦ ઉદયકરણના ભ, ચંદ્રપ્રભના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી ત્યારે શેઠ રામજીએ ત્યાં આવી આચાર્યશ્રીને ગંધાર પધારવા વિનંતી કરી પણ તેને આશા નહોતી કે ગચ્છનાયક ગંધાર પધારે; પરંતુ ગચ્છનાયકે પોતાના પરિવાર સાથે ખંભાતથી ગંધાર તરફ વિહાર કર્યો. સંઘપતિ ઉદયકરણે શેઠ રામજીને ગંધારમાં એક માણસ દ્વારા આ વિહારના સમાચાર જણાવ્યા.
શેઠ રામજી ગુરુદેવના ગંધાર પધારવાના ખબર સાંભળી ઘણે ખુશ થયો અને તેણે આ શુભ સમાચાર લાવનારને પ્રીતિદાન–ઈનામ આપવાનું નકકી કર્યું. શેઠે પોતાની વખારોના તાળાઓની ચાવીઓને જૂડે તે માણસને આપી જણાવ્યું કે, તેને પસંદ પડે તે ચાવી આ જૂડામાંથી લઈ લે. તે ચાવી જે વખારની હશે તે વખાર કે પેટીમાં જે જે વસ્તુઓ હોય તે તને ઈનામમાં આપીશ.
ખબર લાવનાર માણસ ભેળ હતો. તેણે ચાવીના જડામાંથી મેટી હતી તે ચાવી લીધી. શેઠે તે ચાવીવાળી વખાર ઉઘાડી તો તેમાં વહાણના કામમાં આવતાં દોરડાઓ હતાં. શેઠે તે ભદ્રિકને દોરડાં આપી દીધાં. ભદ્રિકને એ દોરડા વેચવાથી લાખ રૂપિયાની પ્રાપ્તિ થઈ
(– જે.સ.પ્ર. વર્ષ ૧૪, અંક: ૧૦ ક્રમાંકઃ ૧૬૬ ) આચાર્યશ્રીએ પોતાના પરિવાર સાથે સં. ૧૬૩૮નું ચોમાસું ગંધારમાં કર્યું.
દિલ્હીના બાદશાહ અકબરે આ ચોમાસામાં આ૦ વિજ્યહીરસૂરિને ફતેહપુર સિક્રી પધારવા આમંત્રણ મોકલ્યું. આથી આ૦ વિજય
જે, ૧૮ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org