________________
૨૭૦] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ પ્રભાવક જેનો
અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરી, શેઠ શાંતિદાસ, મનિયા શ્રીમાલી વગેરેને પરિચય અગાઉ આવી ગયા છે.
શેઠ કલ્યાણમલ–તે મેડતાનો વતની હતો. માટે વેપારી હતો. રાજમાન્ય હતો. ધર્મપ્રેમી અને સત્યને પક્ષપાતી હતો. સમ્યકત્વપૂર્વક બાર વ્રતધારી હતી. તપાગચ્છને આગેવાન જૈન હતો. પણ તે મહાક્રોધી હતો. તેણે સં. ૧૬૧૬માં મહોત્ર ધર્મસાગરગણીના ઉપદેશથી અને ખમત ખામણાથી બંધ પામી અનંતાનુબંધી ક્રોધને છોડી પોતાના વિરોધી દીવાન હસનલ જિન સામે સાચા દિલથી ખમતખામણું કર્યા હતાં. અને તેને પિતાનો સાચે ભાઈ બનાવ્યો હતો.
મંત્રી ગલરાજ–તે અમદાવાદને વતની હતો. દિશાવાળ જ્ઞાતિના મંત્રી વસુઈગનો પુત્ર હતો. તેને મંગૂ નામે પની હતી. મંત્રી વીરદાસ નામે પુત્ર હતા.
અમદાવાદના સુલતાન મહમ્મદ (સં. ૧૫૯૪ થી ૧૬૧૦) ચેથાને માનીતે મંત્રી હતો. તેને બાદશાહે “મલેક મગદલ'નું બિરુદ આપ્યું હતું. તે માટે વાર હતો. તેના હાથ નીચે ૫૦૦ ઘોડેસવાર હબસીઓની સેના હતી. તે વિજયદાનસૂરિનો ભક્ત હતો. તેણે સં. ૧૬૧૮માં મહા ધર્મસાગર ગણિવરને અમદાવાદમાં પધરાવ્યા.
તેમના પ્રવેશ ઉત્સવમાં બે હજાર નારિયેળની પ્રભાવના કરી હતી. તેમને અમદાવાદમાં માસું કરાવી જુદી જુદી વસ્તુઓની પ્રભાવના કરી હતી, ત્યારે તેમના વ્યાખ્યાનમાં ૫૦૦થી વધુ શ્રોતાઓ આવતા હતા.
મંત્રી ગલરાજે સં. ૧૯૨૦ના વિ૦ સુત્ર ૫ ને ગુરુવારે શંત્રુજયતીર્થમાં ભ૦ આદીશ્વરની દેવકુલિકાની ભટ્ટા. વિજયદાનસૂરિ અને આ૦ હીરવિજયસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી.
( – તપાગચ્છ પટ્ટાવલી ગા. ૧૯ની ટીકા; હીરસૌભાગ્ય
કાવ્ય સર્ગઃ ૪, . ૧૪૭ની ટીકા) સં. ૧૬૧૮માં મહો ધમસાગરગણના ચાતુર્માસમાં પાટણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org