________________
આગણુસાઈડ ]
ભટ્ટારક વિજયસેનસૂરિ
[ ૨૬૯
દાદાવાડી’નામથી પ્રસિદ્ધ છે. શ્રીપૂજ સંસ્થા, યતિ સંસ્થા રહી નહી તેથી આ સ્થાનની કેાઈ ભાળ-સાઁભાળ રાખતું નથી.
જૈનધર્મપ્રેમી રાજાએ —
—
બાદશાહ હેમૂ વિક્રમાદિત્ય, ખાદશાહ અકબર, બાદશાહ જહાંગીર, ખાદશાહ શાહજહાં, ખાદશાહ ઔરંગઝેબ, સૂબા અજીજ કાકા, સૂએ ઔરંગઝેબ, સૂબેા મહમ્મદ દ્વારાશિકાહ, સૂબા મુરાદઅક્ષ અને સૂબા પૂરમ વગેરેના પરિચય અગાઉ ( પ્રકરણ ૪૪માં ) આવી ગયા છે.
સૂક્ષ્મ પૂરમ – તે ગુજરાતના સૂબા અજીજ કાકાના પુત્ર હતા. તે અને જ॰ ગુ॰ આ॰ હીરવિજયસૂરિના ભક્ત હતા. પૂરમ સેારઠના પણ સૂબેા હતેા. તે ઉગ્ર સ્વભાવના હતા. તેણે કાઈની ચડવણીથી શંત્રુજય તીર્થના જિનપ્રાસાદને ખાળી નાખવા તેની ચારે બાજુએ લાકડાં ગેાઠવ્યાં. ખા૦ અકબરે ઉપા॰ ભાનુચંદ્રગણી પાસેથી આ હકીકત જાણી તાકીદના હુકમ કર્યા અને તેને રાકી લીધેા. આચાય વિજયસેનસૂરિ સ૦ ૧૬૭૦ લગભગમાં ગિરનારની યાત્રાએ પધાર્યા હતા ત્યારે તેમણે પૂરમને ઉપદેશ આપી શાંત કર્યાં અને પ્રજાપ્રેમી બનાવ્યા. ૧૬મા રાવ માલદેવ ને જોધપુરના ૧૫મા રાવ સૂરજમલના પૌત્ર હતા.
રાજા માલદેવ – તે નાગરના રાજા હતા. મહા॰ ધસાગરગણી અને જ॰ શુ આ॰ હીરવિજયસૂરિના ભક્ત હતા.
રાવ રાજિસંહ રાઠોડ-તે જોધપુરના ૨૧મા રાજા હતા ને વિજયદેવસૂરિના ભક્ત હતા.
આ
સુલતાન દેવડા – તે સરાહીના રાજા હતા, ઉગ્ર સ્વભાવના હતા. તે જ ૩૦ હીરવિજયસૂરિના ધર્મોપદેશ સાંભળી શાંત બન્યા, પ્રજાપ્રેમી બન્યા. તે તેમના ભક્ત થયેા.
કાલાવશ – તે પોર્ટુગીઝના દીવદરના ફિરંગી સૂબે હતા. આ વિજયસેનસૂરિના ઉપદેશથી દયાપ્રેમી બન્યા.
જામ નરેશ તે જામનગરના રાજા હતા. સ૦ ૧૬૬૯-૭માં આ વિજયસેનસૂરિના ઉપદેશથી પ્રજાપ્રેમી અને દયાપ્રેમી બન્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org