________________
૨૬૬ ] જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ તથા ભ૦ સંભવનાથની પ્રતિમાની અંજનશલાકા કરાવી, ખંભાતમાં આ ઉત્સવ ઉપર ૭૦૦ મુનિવરો મળ્યા હતા.
(–વિજયપ્રશસ્તિ મહાકાવ્ય સર્ગઃ ૧૭, શ્લો૦ ૬) આ બંને જિનાલયોમાં શિલાલે તેમ જ પ્રતિમાલેખ વિદ્યમાન છે. બધામાં પ્રતિષ્ઠાપક તરીકે આ. વિજયસેનસૂરિનું નામ છે. વિશેષતા એ છે કે આચાર્યશ્રીના વાસક્ષેપથી તેમના શિષ્યોએ પ્રતિષ્ઠા કરી અને તેમાં તે આચાર્યને નમસ્કાર પણ કર્યા છતાં પ્રતિષ્ઠાપક તરીકે તે જ આચાર્યને બતાવ્યા છે. પ્રતિષ્ઠાને આવો નિયમ હોય છે. નગરસ્થાપના–
જોધપુરના રાઠેડવંશમાં અનુક્રમે ૧૪ રાવ જોધાજી, ૧૫ રાવ સૂરજમલજી, ૧૬ રાવ ગંગદેવજી.
આ અરસામાં તથા તે પહેલાં ઘણું નવાં નગરો વસ્યાં હતાં. સમી – વિ. સં. ૧૫૧૪માં સમી ગામ વસ્યું હતું.
મેડતા – વિ. સં. ૧૫૧૭, ૧૫૯૬ કે ૧૫૯ રાવ વિંદે મેડતા ફરી વસાવ્યું.
કિસનગઢ – ૧૫ રાવમાલદેવજી, ૧૮ રાવ ઉદયસિંહજી,૧૯ રાવ કિસનસિંહજી થયા. રાજા કિસનસિંહ રાઠોડે વિ. સં. ૧૯૬૯માં કિસનગઢ વસાવ્યું.
કિસનગઢમાં સં. ૧૭૦૦ લગભગમાં રૂપસિંહ રાઠોડ રાજા હતે. તેને રાયચંદ નામે જન મહામાત્ય હતો. આ વિજયસિંહસૂરિએ સં. ૧૭૦૧માં મંત્રી રાયચંદની વિનંતીથી કિસનગઢમાં ચોમાસું કર્યું. મંત્રી રાયચંદે તેમના ઉપદેશથી અહીં મોટો જિનપ્રાસાદ બંધાવ્યા. આ. વિજયસિંહસૂરિએ સં. ૧૭૦રના માગશર મહિનામાં મંત્રી રાયચંદે બંધાવેલા શામળિયા પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી. તેમ જ તેમાં મણિભદ્રવીરની પણ સ્થાપના કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org