________________
ઓગણસાઈઠ]
ભટ્ટારક વિજયસેનસૂરિ
[૨૬૫
આ ઘટના સાચી હોય કે કપિત હોય પણ એ ચોક્કસ વાત છે કે પિતા-પુત્રે પોતાની જાતમહેનતની કમાણીથી કાવીમાં સાથે સાથે બે દેરાસર બંધાવ્યાં. ત્યાંના શિલાલેખથી સ્પષ્ટ થાય છે કે, શેઠ કુંવરજી ગાંધીએ સં. ૧૬૫૪ના શ્રાવણ વદિ ૯ ને શનિવારે શ્રી. ધર્મનાથને બાવન દેરીવાળે “રત્નતિલક” નામે જિનપ્રાસાદ બંધાવી તેની પ્રતિષ્ઠા કરાવી. આ વિજયદેવસૂરિએ સં. ૧૯૫૫માં અમદાવાદના સિકંદરપુરમાં શ્રીસંઘે બંધાવેલા મેટા જિનપ્રાસાદમાં શ્રી. વિજયચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી તથા જ. આ૦ વિજયહીરસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા પણ કરી, તે જ દિવસે શેઠ લહુઆ (લવજી) મનિયારે બનાવેલા શ્રી. શાંતિનાથના ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી. તથા ગાંધી કુંઅરજી નાગરે કારમાં બનાવેલા “રત્નતિલક” જિનપ્રાસાદ માટે ભરાવેલા શ્રી. ધર્મનાથ ભગવાનની પ્રતિમાની અંજશલાકા કરી. તથા એ જ મહોત્સવમાં પં૦ નંદિ વિજયગણીને ઉપાધ્યાય અને મુનિ વિદ્યાવિજયને પંન્યાસ બનાવ્યા. તથા ગીતાને મોકલી કાવી બંદરમાં ગાંધી કુંવરજી નાગરે બનાવેલા રત્નતિલક જિનપ્રાસાદમાં ભ૦ ધર્મનાથની પ્રતિમાને પ્રવેશ કરાવ્યો.
આ. વિજ્યસેનસૂરિએ સં. ૧૬૫૬ના વૈ૦ સુ૪ ને સોમવારે મૃગશીર્ષ નક્ષત્રમાં ખંભાતમાં શેઠ મલજી તથા તેના ભાઈ સમજીએ કંકેતરી મોકલી સૌને બોલાવી કરેલ પદવી મહત્સવમાં ઉપા૦ વિદ્યાવિજ્યને આચાર્ય બનાવી પોતાની પાટે સ્થાપન કર્યા, તેનું નામ આ. વિજયદેવસૂરિ રાખ્યું. ૫૦ મેઘવિજયજી (૫૦ ઉદ્દદ્યોતવિજયજી)ને ઉપાધ્યાય બનાવ્યા. આ. વિજયસેનસૂરિએ સં. ૧૬પ૬ના વૈ૦ સુ ૭ ને બુધવારે ખંભાતમાં ઠકુર કીકાના ઘરદેરાસરના પ્રતિષ્ઠા-ઉત્સવમાં માત્ર નેમિનાથની પંચતીથીની શ્રી. કાનબાઈ મોઢની ભ૦ પાર્શ્વનાથની પંચતીથીની તથા ગાંધી કુંવરજી નાગર જૈન, ધર્મદાસ અને વીરદાસ વગેરે ત્રણ ભાઈઓએ કાવી માટે બનાવેલ ભવ્ય ઋષભદેવની ચરણપાદુકાની અંજનશલાકા કરાવી તથા આ જ ઉત્સવમાં સં૦ ૧૬૫૬ના વૈ૦ સુ ૭ ને બુધવારના રોજ પં. રાજવિજયને ઉપાધ્યાય પદવી આપી.
ગાંધી કુંવરજીએ પિતાની પત્ની તેજલદે તથા પિતાના પુત્ર કાનજીના નામથી ભ૮ ધર્મનાથનું પરિકર ભર શાંતિનાથની પ્રતિમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org