________________
૨૬૨] જૈન પરંપરાનો ઈતિહાસ
[પ્રકરણ આ વિજયસેનસૂરિએ સં. ૧ ૬૪૩ના જે. સુત્ર ૧૦ને શુક્રવારે ગંધારમાં શેઠ ઇંદરજીએ ભરાવેલા ભ૦ મહાવીરસ્વામીના ઘર દેરાસરની પ્રતિષ્ઠા કરી. તથા સં૦ ૧૬૪પના જેસુ. ૧૨ને સેમવારે ખંભાતમાં ગંધાર બંદર માટે નવપલ્લવિયા પાર્શ્વનાથની અંજનશલાકા કરી. તે જ સાલમાં ગંધાર બંદરમાં પધારી પ્રતિષ્ઠા કરી અને ત્યાં ચાતુર્માસ કર્યું.
આ. વિજયસેનસૂરિએ તે પછી સં૧૯૫૯માં ગંધારના સંઘે ભરાવેલ બીજી ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી.
આ. વિજયદેવસૂરિએ સં. ૧૬૭૭ના મા સુઇ ૭ને રવિવારે ખંભાતમાં ગંધારના સંઘે ભરાવેલ ભ૦ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી તથા ભ૦ મુનિસુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરી.
ભટ્ટાવિજયદેવસૂરિએ સં. ૧૭૧૦ના વૈ૦ સુ. ૧૦ને શુક્રવારે પુષ્ય નક્ષત્રમાં ગંધારમાં ભ. મહાવીરસ્વામીના જિનાલય પાસેના પદવી ઉત્સવમંડપમાં અમદાવાદ, ખંભાત, પાટણું, સુરત, કાવી અને ગંધારના જૈન સંઘની સભામાં પોતાના શિષ્ય ૫૦ વીરવિજયગણીને આચાર્ય બનાવી તેમનું નામ વિજયપ્રભસૂરિ રાખ્યું. પદવી પ્રદાનને વિધિ પૂર્ણ થયા પછી વૃદ્ધ રથવિર પં. કમલવિજય ગણીએ મંડપમાં ચતુર્વિધ સંઘની સભામાં જાહેર કર્યું કે ભટ્ટા. વિજયદેવસૂરિએ ૫૦ વીરવિજયગણને આચાર્ય બનાવ્યા છે અને તેમનું વિજયપ્રભસૂરિ નામ રાખવામાં આવ્યું છે.
મહા ગુણવિજય ગણીએ સં. ૧૬૮૮ લગભગમાં આ. વિજયસિંહસૂરિના સમયે ગંધારના જૈન માલજીને ખુશ કરવા માટે “શ્રી. તપગણપતિ ગુણપદ્ધતિ” રચી.
મહોવિનયવિજય ગણીએ સં. ૧૭૧૩માં ગંધારમાં ભટ્ટા વિજયપ્રભસૂરિના રાજ્યમાં “શાન્તસુધારસ” નામક કાવ્યગ્રંથ રચ્યો. ૬. કાવીતીર્થ –
વિ૦ નં૦ ૮૮૪ના ગેવિંદરાજના તામ્રપત્રમાં કાપિકાને ઉલ્લેખ છે કે તાંબર જૈન ગચ્છામાં નાગરગછ પ્રાચીન છે. (પ્રક. ૪૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org