________________
ઓગણસાઈઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ
[ ૨૫૭ કરી આ દુઃખદ અહેવાલ જણાવ્ય, અમદાવાદના મુલ્લા અબદુલ હકીમે પણ બાદશાહને આ હિચકારી ઘટના હોવાનું જણાવ્યું.
બાદશાહ જહાંગીરે શાહજાદા મહમ્મદ દારાશિ કેહના હાથે લખાવી જુલસી સન ૨૨, હીજરી સન ૧૦૫૮ જમાઉદ્દીન (ઉસ્સાની) બીજે તા. ૨૧ સને ૧૬૪૮ જુલાઈ વિ.સં. ૧૭૦૫ના શ્રાવણ માસમાં ગુજરાતના ૮ મા સુબા શાયસ્તખાન ઉપર ફરમાન લખી મોકલી હુકમ કર્યો કે –
શાહજાદાએ જે મકાન તોડ્યું છે તે શેઠ શાંતિદાસ ઝવેરીના તાબાનું હતું છતાં તેમાં સૂબાએ ફેરફાર કર્યો છે તે ઠીક કર્યું નથી. તે તેમાં જે નવા મહેરાબો બનાવ્યા હોય તેને હવે કાઢી નાખવા અને તે મકાન શેઠને હવાલે કરવું, એટલે કે બાદશાહ શાહજહાં શેઠ શાંતિદાસનું આ દેવળ તેને પાછું સેપે છે ને તેની ઉપર પહેલાંની જેમ પિતાને કબજો રાખે અને તેને પોતાની ધર્મમર્યાદા મુજબ વાપરે. તેમાં કોઈએ દખલ કરવી નહીં. તે મકાનમાં ફકીરે આવી વસ્યા હોય તો તેમને ત્યાંથી બહાર કાઢવા. બીજા મુસલમાનો તેને સરસામાન, કમાન વગેરે લઈ ગયા હોય તે સામાન તેઓ પાસેથી મંગાવી શેઠને અપાવજે. પણ જો તેઓની પાસે તે સામાન ન હોય તે તેઓ પાસેથી તેની રકમ લઈ શેઠને અપાવજે.”
– પ્રક. ૪૪, બાઇ શાહજહાંનાં ફરમાને પૂ૦ ૧૪૪ The Journal of the Uuiversity of Bombay માં એસ. એમ. કામીસરીએટને લેખ – The Imperial
Mughal Farmans in Gujrat) પ્રસિદ્ધ ઇતિહાસકાર મગનલાલ વખતચંદ લખે છે કે સૂબા ઔરંગઝેબે રાજ્યના ખરચથી ચિંતામણિ પાર્શ્વનાથનું જૈન દેરાસર જે પહેલાં હતું તેવું બનાવી શેઠ શાંતિદાસને સોંપ્યું. પણ ફરી આફત આવી. એક મુસલમાન અમલદારને થયું કે આ દેરું વટલાવી. તેમાં પ્રવેશ કરી નમાજ પઢવી જોઈએ.
શેઠ વખતચંદે આ વાત સાંભળી અને ત્યાંની પ્રતિમાઓને ઉઠાવી ગાડા મારફત ઝવેરીવાડમાં લઈ આવ્યા.
તેમાંની ત્રણ મોટી પ્રતિમાઓને શેઠ ખુશાલચંદ શેઠ શાંતિદાસની જે. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org